Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ -૨૦૨૪ અંતર્ગત ૧૨- જામનગર- દ્વારકા લોકસભા વિસ્તારમાં વસવાટ કરતા યુવા વર્ગ માટે ખેલ કુદના વાતાવરણને પ્રોત્સાહિત કરવા તેમજ પ્રત્યેક લોકો તંદુરસ્ત જીવન શૈલી વિશે જાગૃત બને, તે હેતુસર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ની પ્રેરણાથી જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ- ૨૦૨૪ નું ભવ્ય આયોજન કરાયું છે, જેના ભાગરૂપે ત્રણ માર્ચ સુધીની રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ગઈકાલે સાંજે સાંસદ પૂનમબેન માડમના હસ્તે પ્રારંભ કરાયો હતો. જેમાં રેકોર્ડબ્રેક ૩૮૪ થી વધુ ટીમોએ ભાગ લીધો છે. આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમના હસ્તે કબ્બડી, ખોખો, વોલીબોલ, લાંબી દોડ સહિતની રમતો, ઉપરાંત ગ્રામ્ય કક્ષાની બહેનો માટેની પરંપરાગત રમતો રસ્સા ખેંચ, નારગોલ, કોથળા દોડ, સંગીત ખુરશી સહિતની બહેનો માટેની પણ રમતો નું આયોજન કરાયું છે, જેના રજીસ્ટ્રેશન વેબસાઈટનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.Whatsapp Image 2024 01 29 At 15.00.11 Eda32357

જેમાં જામનગર શહેર જિલ્લાના રાજકીય અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્ય જુદી જુદી રમતો ના આયોજન અંગેની પણ જાણકારી અપાઈ હતી. સમગ્ર ખેલ મહોત્સવમાં બન્ને જિલ્લાના પ્રત્યેક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લેવા સાંસદ પૂનમબેન માડમ દ્વારા અપીલ કરાઈ હતી.

ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ ખેલ મંત્રી શ્રી રમાબેનના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત ભરમાં યોજાયેલા આ સાંસદ ખેલ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારમાંથી શ્રી આકાશભાઈ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, ઉપરાંત નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, કાલાવડ વિસ્તારના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ભારતીય જનતા પાર્ટી ના શહેર સંગઠનના મહામંત્રી પ્રકાશભાઈ બાંબણીયા, વિજયસિંહ જેઠવા, ઉપરાંત નગરના પૂર્વ મેયર, પૂર્વ પ્રમુખશ્રીઓ, શહેર ભાજપના અન્ય કોર્પોરેટરો તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, અને સૌ પ્રથમ રજીસ્ટ્રેશન વેબસાઈટનું લોન્ચિંગ કરાયું હતું, ત્યારબાદ રાત્ત્રી પ્રકાશ ટેનીશ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાયો હતો. જેમાં સાંસદ પૂનમબેન માડમના હસ્તે ટોસ વિધિ કરાઇ હતી, અને ત્રણ માર્ચ સુધીની લાંબી રાત્રી પ્રકાશ ટેનીશ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ થયો છે. તેમજ અન્ય જુદી જુદી રમતો નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદર્શન ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભે સાંસદ બેટ બોલથી રમ્યા:ભવ્ય આતશબાજી કરાઈ

જામનગર ના પ્રદર્શન મેદાનમાં ત્રણ માર્ચ સુધી ની લાંબી રાત્રી પ્રકાશ ટેનીશબોલ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ગઈકાલ સાંજથી પ્રારંભ થયો હતો, જેમાં ટુર્નામેન્ટના પ્રારંભે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, સમગ્ર આકાશ રંગીન બન્યું હતું. આ ઉપરાંત ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચની ટોસ વીધી સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરાઈ હતી, અને મહરમાનોની સાથે ક્રિકેટ પીચ પર પહોંચી બંને ટીમના ખેલાડીઓ સાથે પરિચય વિધિ કર્યા બાદ તેઓ જાતે ટેનિસબોલ અને બેટ વડે ક્રિકેટ પણ રમ્યા હતા, અને બેટ વડે ફટકાબાજી કરી હતી.જ્યાં ઉપસ્થિત અગ્રણીઓએ સાંસદની રમત પ્રત્યેની જાગૃતિ અંગેના દર્શન નિહાળીને તેઓને તાળીઓથી વધાવ્યા હતા.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.