Abtak Media Google News

Table of Contents

Screenshot 4 29 Screenshot 3 35 ભારે વરસાદને કારણે સપૂરા નદીના કિનારે બિરાજમાન પંચનાથ મહાદેવ મંદિરની દિવાલ ધરાસાઈ થતાં મોટું નુકસાન થયેલ છે અને કોઈ જાનહાની થયેલ નથી


તાલાલા, સુત્રાપાડા અને હિરણ નદી કાંઠાના તમામ વિસ્તારમાં પાણી ઘુસ્યા:  ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના મેઈન હાઈવે બંધ,  માલ ઢોર તણાયા , ખેડૂતોને ભારે નુકશાન

ગીર સોમનાથના વેરાવળની સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઇ જતાં  જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આઝાદ સોસાયટી, શિવજી નગર, બજરંગ સોસાયટી, હાઉસિંગ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મકાનમાં રહેલી ઘરવખરીને પણ નુક્સાન થયું છે. ગીર સોમનાથમાં સુત્રાપાડાના પસનાવડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાનીમાં વધારો થયો છે.ગીર સોમનાથના કોડિનારમાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. નિચાણવાળા વિસ્તારોમાં  ઘુંટણસમા પાણી ભરાતા લોકોની હેરાનગતિ વધી છે.

ધોરાજી 12 ઇંચ વરસાદથી પાણી પાણી  ઘર વખરીનો સામાન પલળી ગયો

ધોરાજીમાં વરસાદથી ભારે તારાજી સર્જાતા 60 લોકોનું રેસ્કયું કરાયું હતુ: નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

Screenshot 2 33

અબતક, ભોલાભાઇ સોલંકી, ધોરાજી
ધોરાજી ગઇકાલે બપોર બાદ જોરદાર વરસાદ પડતા નદી નાળામાં ભારે પુર આવેલ અને સફુરા નદીમાં ભારે પુર આવતા પંચનાથ મંદિરમાં છ ફુટ પાણી ભરાયા હતા અને નીચાણ વાળા વિસ્તારો જેવા કે ફરેણી રોડ, જામકંડોરણા રોડ સહીતના વિસ્તારના લોકોને ડે. કલેકટર લીખીયા, મામલતદાર અને નગરપાલિકાની ટીમ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

બીજી બાજુ ત્રણ દરવાજા શાક માર્કેટ અને નદી બજારમાં દુકાનોમાં પાણી ધુસી જતા અનાજ કરીયાણા સહીતની ચીજવસ્તુઓ પલળી ગએલ હતા. ધોરાજીના જેતપુર રોડ પર આવેલ અવેડા લાઇનમાં પાણી ભરાતા ઘરમાં પાણી ધુસી જતાં પાણીની મોટરો ઘર વખરી અને ઢોરનો ચારો પલળી ગએલ હતો.

ત્રણ દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાતા દુકાનોમાં પાણી ધુસી ગયા હતા. ભારે વરસાદના કારણે બહારપુરા મેળાના મેદામાં પાણી ભરાતા પાણીમાં વાહનો તરતા નજરે પડતા હતા. ભારે વરસાદના કારણે ધોરાજી શહેર જળ બંબાકારની સ્થીતી થતા એન.ડી.આર.એફ. ની ીમને સ્ટેન્ડ બાય રાખતી હતી. અને તંત્ર દ્વારા જરુરી સુચનો આપેલ અને ભારે વરસાદના કારણે રોડ રસ્તા ઘોવાય ગયા હતા. અને વરસાદના કારણે કફયુ જેવું વાતાવરણ સજાયું હતું. ધોરાજીમાં ભારે વરસાદ 1ર ઇંચ જેટલો પડેલ જયારે મોસમનો કુલ વરસાદ 45 ઇંચ જેટલો થયેલ છે.

ધોરાજી મહિલાઓએ  શાસ્ત્રોકત્ત વિધીથી શ્રીફળ – ચુંદડી પાણીમાં પધરાવ્યા

Img 20230719 Wa0039

અબતક, ભોલાભાઇ સોલંકી-ધોરાજી
ધોરાજી ખાતે જેતપુર રોડ ખાતે આવેલી અવેડાવાળી લાઇન ખાતે ધોરાજીમાં એક ધારો અનારાધાર બાર ઇંચ વરસાદ ખાબકતાં ધોરાજી શહેર બેટમાં ફેરવાયું હતું તે સમયે અવેડાવાળી લેનમાં પાણીનો ભરાયો થતા તમામ ગલીના અર્ધા મકાનોમાં બે થી ત્રણ ફુટ પાણી ભરાઇ ગયેલા હતા. તે જોતા એવું લાગતું હતું કે પાણીનો પ્રવાહ ધીમે ધીમે વધતો હતો તે સમયે આ વિસ્તારની મહીલાઓએ જુની શાસ્ત્રો વિધીથી શ્રીફળ, ચુંદડીનો મોળીયો પાણીમાં પધરાવેલ હતો. જેથી પાણીનો પ્રવાહ ધીમે ધીમે ઉતરવા માડેલ હતો. ત્યાંના રહેવાસીઓ એ નીરાંતનો શ્ર્વાસ લીધેલ હતો. તમામ રહેવાસીઓએ નિરાંતનો શ્ર્વાસ લીધેલ હતો. તમામ ઘરના રહીશોને પાણીની મોટર, અનાજ તેમજ નાની મોટી ચીજવસ્તુઓનો પાણીમાં ગરકાવ થઇ ગયેલ હતો. પાણી ભરાવાનું મુખ્ય કારણ પાણીનો નિકાલ બંધ થતાં પાણી ભરાયું હતું.

પણ ડે. કલેકટરને તાત્કાલીક જાણ કરતાં તાત્કાલીક સ્થળ પર તેની ટીમ તથા નગરપાલિકાની ટીમ સાથે તાત્કાલીક પાણીનો નિકાલ કરવામાં આવેલ હતો. ત્યાંના રહેવાસીઓએ જણાવેલ હતું.

ઉપલેટામાં પાંચ ઈંચ: મોજ ડેમના દરવાજા ખોલાયા

Photogrid 1689702603675

અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા
ગઈકાલે બપોરબાદ મેઘરાજાએ તોાની ઈનીંગ કરતા સાંજ સુધીમાં પાંચ ઈંચ  વરસાદ વરસતા મોજ ડેમના દરવાજા ખોલવા પડયા હતા.

ઉપલેટા પંથકમાં ગઈકાલે બપોર બાદ  ત્રણ વાગ્યે  મેઘરાજાની જોરદાર   ઈનીંગ ચાલુ થતા  છ વાગ્યા સુધીમાં ચાર ઈંચ વરસાદ બાદ વધુ એક ઈંચ  વરસાદ પડતા સાંજના નવ વાગ્યા સુધીમાં  પાંચ ઈંચ  વરસાદ નોંધાયો હતો.

જયારે ગ્રામ્ય વિસ્તારનાં ભાયાવદર ચારઈંચ, નાગવદર, જારાયા, ગધેથર ત્રણ ઈંચ, લાઠ મજેઠી, સમઢીયાળા, વિસ્તારમાં 1 થી બે ઈંચ વરસાદ  પડયો હતો જયારે મોજ ડેમ  સ્ત્રાવ વિસ્તારમાં  વરસાદ પડતા   તેમના ત્રણ દરવાજા ત્રણફૂટ ખોલવામાં આવ્યા હતા. જયારે શહેરમાં ભારે વરસાદને કારણે  નિચાણ વાળા વિસ્તારોમાં ગોઠણ ડુબ પાણી ભરાઈ ગયા હતા કોઈ જાનહાનીનો બનાવ બનવા પામ્યો ન હતો.

5

1 2 2 1 3 1

માંગરોળમાં અનરાધાર: નીચાણવાળા વિસ્તારો પાણી…પાણી…

Img 20230719 Wa0049

અબતક, નીતીન પરમાર, માંગરોળ
માંગરોળ વહેલી સવારના 4:00 વાગ્યાથી અનરાધાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો સહિત અનેક મકાનમાં પાણી ભરાયા હતા. માંગરોળમાં આખા દિવસ અને રાત્રી દરમિયાન ધીમી ધારે વરસાદ પડવાનો શરૂ  રહ્યો જે વહેલી સવારના ચારેક વાગ્યાથી  અંધરા ધાર વરસાદ પડવાનું ચાલુ રહેતા માંગરોળના અનેક વિસ્તારો પાણીથી ભરાયા હતા.

અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવે ઉપર પાણી ફરી વળ્યા

સૌરાષ્ટ્રની સૌથી મોટી નદીઓમાની એક શેત્રુંજી નદીમાં આવ્યા ઘોડાપુર

Screenshot 20230719 055628 Gallery

અબતક, પ્રદીપ ઠાકર, અમરેલી
પાંચ દિવસના હવામાન વિભાગની આગાહીના પગલે આજે બપોર બાદ અમરેલી શહેર અને ગ્રામ્યમાં ગાજ વીજ સાથે ભારે વરસાદ શરૂ થયો હતો ભારે વરસાદના કારણે ખેતરો રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અમરેલી સાવરકુંડલા નેશનલ હાઇવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેના કારણે નાના વાહનો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા , તો સૌરાષ્ટ્રની સૌથી મોટી નાડીઓમાની એક શેત્રુંજી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું, ભારે વરસાદના કારણે ખેડૂતો માં પણ પાક બળી જાવાનનો ભય સતાવી રહ્યો છે સતત વરસી રહેલા વરસાદના કારણે કપાસ, શીંગ , મકાઈ, સિયાબી ,માંગ અડદ જેવા પાકોને પાણી લાગી જવાના કારણે પીળા પાડવા લાગ્યા છે ત્યારે જગતના તાત હવે ચિંતામાં મુકાયા છે ત્યારે હવે વરસાદ બંધ નહિ થાય તો ખદુતોને ભારે નુકશાની થવાની ભીતિ સહેવાય રહી છે.

ધ્રોલમાં વહેલી સવારે બે ઇંચ ખાબકયો

Img 20230719 Wa0010

અબતક, સંજય ડાંગર, ધ્રોલ:
ધ્રોલમાં આજે વહેલી સવાર થી ધીમી ધારે મંડાણ આજે વહેલી સવારના 4:00 વાગ્યાથી વરસાદ શરૂ થયો વહેલી સવારના 4:00 થી સવારના 8:00 વાગ્યા સુધી એટલે કે ચાર કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો આજુબાજુના વિસ્તારમાં ના ગામડાઓ પણ સારા વરસાદના સમાચાર મળી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે કાચું સોનુ સમાન વરસાદ નોંધાયો હતો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.