Abtak Media Google News

નખની સુંદરતા વધારવા માટે મહિલાઓ નેઇલ પોલિસનો ઉપયોગ કરતી હોય છે પરંતુ તેની કિંમત પણ અલગ-અલગ હોય છે. આજે હું તમને એવી નેઇલ પોલિશ વિશે જણાવિશ જેની કિંમત ચોંકાવનારી છે લોસ એન્જલિંસની જ્વેલરી ડિઝાઇનર કંપની એઝેચરે એક એવી નેઇલ પોલિશ તૈયાર કરી છે.

જેની કિંમત એક મોંઘી કાર કરતા પણ વધુ છે. જી હા, આ નેઇલ પોલિશમાં ૨૬૭ કેરેટના બ્લેક ડાયમંડ લાગેલા છે. જેની કિંમત ૧.૫૮ કરોડ રુપિયા છે. જેના પરથી અંદાજ લગાવી શકાય કે એક નખ રંગવા માટે ૧.૯ લાખ રુપિયાનો ખર્ચ થાય છે જો તમે બધા જ નખને રંગવાના હોય તો આટલા ખર્ચમાં તમે એક મર્સિડિઝ કાર પણ ખરીદી શકો છો. વર્ષ ૨૦૧૩માં સિંગર કૈલી ઓસર્બોન અને ટોની બ્રેક્સન તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે બંનેએ એ ઇવેન્ટ માટે આટલી મોંઘી નેઇલપોલિશ લગાવી હતી.

જે હરાજીમાં તેની કિંમત એક મિલિયન ડોલર કરતા પણ વધુ આવી હતી. આ નેઇલ પોલિશમાં ૯૮ કેરેટના વ્હાઇટ ડાયમંડ લાગેલા છે જેને લોસ એન્જેલિસની લગ્ઝરી જ્વેલરી ડિઝાઇનર અચેઝરે ડિઝાઇન કરી છે. આ નેઇલ પોલિસમાં બ્લેક ડાયમંડ પણ છે હવે આ ડિઝાઇનરે તેની કિંમત ૧.૫૮ કરોડની નેઇનપોલિશ બનાવી છે.

જેમાં ૨૬૭ કેરેટના કાળા હીરા લાગેલા છે. કેટલીક ખાસ સેલિબ્રિટી જ તેની ખરીદી કરે છે. જેટલી મોંઘી આ નેઇલ પોલિશ છે તેને લગાડવાની કિંમત પણ એટલી જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.