Abtak Media Google News

મેરે દેશ કી ધરતી સોના ઉગલે… ઉગલે હિરે મોતી… મેરે દેશ કી ધરતી… આ ગીત હાલ ભારતીય કૃષિ પર એકદમ બંધ બેસી રહ્યું છે. કારણ કે કોરોનાના કપરા સમયમાં પણ કૃષિ ક્ષેત્રની જમાવટ જરા પણ કમ થઈ નથી. દેશના અર્થતંત્રને નવી ઊંચાઇએ અંબાવા મોદી સરકારે “સાત પગલા આકાશ તરફ” માંડ્યા છે. પરંતુ એ વાત સર્વસ્વીકૃત છે કે અર્થતંત્રને વેગવંતુ બનાવવા કે દેશના સર્વાંગી વિકાસ માટે કૃષિ વિના તો છૂટકો જ નથી… દરેક ઉધોગને કામ માટે પ્રત્યક્ષ કે પરોક્ષપણે કૃષિની જરૂર છે જ કારણ કે ઘણા ક્ષેત્રે ખેત પેદાશો કાચામાલ તરીકે કામ કરે છે. દેશના અર્થતંત્રમાં કૃષિક્ષેત્રનો એક મોટો ફાળો છે.

 નિકાસ 22% વધી રૂ.3 લાખ કરોડે પહોચી 

બજારમાં ‘હરિયાળી’ લાવવા કૃષિ વિના છૂટકો જ નથી

આજના દિને પણ 50 ટકા કરતા વધુ રોજગારી કૃષિ ક્ષેત્રમાંથી મેળવીએ છીએ. ત્યારે હાલ કોરોના મહામારીના મુશ્કેલ સમયમાં પણ કૃષિક્ષેત્રમાં ઓછપ આવી નથી. આ સમયે પણ કૃષિ પેદાશોની નિકાસ 22 ટકા જેટલી વધી  રૂપિયા 3 લાખ કરોડે પહોંચી છે. અને હજુ આગામી સમય વર્ષ 2022 સુધીમાં 5 લાખ કરોડને આંબે તેવી શક્યતા છે. કૃષિ અને સંલગ્ન ઉત્પાદનોની નિકાસ 41.25 અબજ ડોલર થઈ છે. અને ચાલુ નાણાકીય વર્ષમાં પણ વૃદ્ધિની ગતિ ચાલુ રહેવાની ધારણા છે.

આવતીકાલે GST કાઉન્સિલની બેઠક: બજારને ધબકતું રાખવા રાહતના ભંડાર ખુલશે, લેવાઈ શકે છે આ મહત્વના નિર્ણય

વાણિજ્ય સચિવ અનુપ વધવાને માહિતી આપતા જણાવ્યું છે કે અનાજ, બાસમતી ચોખા, ઘઉં, બાજરી, મકાઈ સહિતના અનાજની નિકાસમાં મોટો વધારો જોવા મળ્યો છે. ભારતની કૃષિ પેદાશો માટેના સૌથી મોટા બજારોમાં યુ.એસ., ચીન, બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, વિયેતનામ, સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા, નેપાળ, ઈરાન અને મલેશિયા સામેલ છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે પ્રથમ વખત ઘણા કોનિફરથી નિકાસ થઈ છે. ઉદાહરણ તરીકે, વારાણસીથી તાજી શાકભાજી અને કેરીની નિકાસ અને ચાંદૌલીથી કાળા ચોખાની નિકાસ વધુ થઈ છે. એકલા કૃષિ ઉત્પાદનોની નિકાસ (દરિયાઇ અને વાવેતરના ઉત્પાદનોને બાદ કરતા) વર્ષ 2020-21માં 28.36 ટકા વધીને 29.81 અબજ ડોલર થઈ છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, કેરળ, નાગાલેન્ડ, તામિલનાડુ, આસામ, પંજાબ અને કર્ણાટક સહિત 18 રાજ્યોએ કૃષિ નિકાસ નીતિને લાગુ કરવા માટે તેમની વિશિષ્ટ યોજનાઓને કારણે આમ સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.