Abtak Media Google News

વિશ્વમાં કોરોના રોગચાળાને નાથવા રસીકરણ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો હોવા છતાં, દેશમાં એવા ઘણા લોકો છે જે રસી લેવાનું ટાળી રહ્યા છે.  આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના બારાબંકીથી સામે આવ્યો છે, જ્યાં સિસોદા ગામના રહેવાસીઓના જૂથે રસીકરણ ટાળવા માટે સરયુ નદીમાં ઝંપલાવ્યું હતું.

સ્થાનિક ખેડૂત મેટ્રિક પાસ કરનાર શિશુપાલ માને છે કે કોવિડની રસી હાનિકારક છે અને તે બીજામાં ફેલાવી રહી છે.  તેણે કહ્યું, મને આ માહિતી મારા ઘણા મિત્રો પાસેથી મળી છે, જે મોટા શહેરોમાં કામ કરે છે. સ્થાનિક અધિકારીઓએ મારા પ્રશ્નોના જવાબો આપ્યા નથી.  મારા પોતાના કાકા જેઓ દિલ્હીમાં કામ કરતા હતા, બંનેનું રસીકરણ લીધાના એક મહિના પછી મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, ગામમાં અફવાઓ ફેલાઇ છે કે રસી નપુંસકતાનું કારણ બને છે.

ગામમાં આરોગ્ય અધિકારીઓની ટીમ જોઇને લોકો સરયુ નદીમાં કૂદી ગયા હતા.  આરોગ્ય ટીમ ગામમાં સ્થાનિક રહેવાસીઓ કોવિડને રસી અપાવવા ગઈ હતી.રામનગર તહસીલના સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજીવકુમાર શુક્લાએ જણાવ્યું હતું કે, રસીના ડરથી ગામના 200 જેટલા લોકો સરિયુ કાંઠે ગામ છોડી ગયા હતા.  જ્યારે આરોગ્ય ટીમ નદી પાસે પહોંચી ત્યારે તેઓ નદીમાં કૂદી પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.