Abtak Media Google News

સ્ત્રીઓનું માન-સન્માન જળવાઈ તે મુજબ મેટા નિયમો ફેરફાર કરશે

ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સતત વિડિયો નો મારો જોવા મળતો હોય છે પરંતુ ઘણા ખરા કિસ્સાઓમાં મહિલાઓ ના ગૌરવત્વનું હનન થતા વિડિયો સામે આવી રહ્યા છે ત્યારે તેના પર અંકુશ લાવવા માટે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવેલી છે .

આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ હવે મેટા પ્લેટફોર્મ દ્વારા મહિલાઓના અભદ્ર વિડિયો ઉપર લગામ મૂકવામાં આવશે. વર્ષ 2022 માં અનુસૂચિત જનજાતિની મહિલા નો જાતીય સતામણીનો વિડીયો જાહેર થતાં આ પ્રશ્ન વિકટ બન્યો હતો.

મેટા દ્વારા જાતીય સતામણી અંગે પોલીસીમાં બદલાવ કરવામાં આવ્યો છે જેમાં લોકોને જાગૃત કરવા માટે એક અલગ રૂપથી જ વિડિયો પ્રકાશિત કરવામાં આવશે જેમાં કોઈપણ ભોગ બનેલ વ્યક્તિનું નામ અને તેની ઓળખ સંપૂર્ણપણે છુપાવવામાં આવશે આ વિડીયો પ્રકાશિત કરવા માટેનું મુખ્ય કારણ સમાજમાં જાગૃતિ લાવવા માટેનું જ રહેશે. વર્ષ 2022 માં વાયરલ થયેલા જાતીય સતામણી ના વિડીયો બાદ ઓવરસાઈટ બોર્ડની રચના કરવામાં આવી હતી જ્યાં પ્રકાર ના વિડીયો નો અભ્યાસ કરી લીગલ એક્શન લેતું હોય છે ત્યારે હવે મેટા દ્વારા આ પ્રકારના વિડીયો ઉપર લગામ મૂકવામાં આવશે અને પોલીસીમાં પણ બદલાવ કરાશે.

આ પ્રકારના વિડીયો જોવા માટે મેટા 18 વર્ષથી ઉપરની વહી મર્યાદા નક્કી કરી લીધી છે અને તે પણ વિડિયો પહેલા વોર્નિંગ સાઇન પણ દેખાડશે જે ખરા અર્થમાં જરૂરી છે ત્યારે મેટા દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય અભદ્ર વીડિયો ઉપર સંપૂર્ણ લગામ મૂકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.