Abtak Media Google News

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા અને બિલ ગેટ્સ વચ્ચેની મુલાકાત

કોવિડ મહામારી દરમિયાન ભારતે ઉત્તમ રીતે કામ કર્યું તેની બિલ ગેટ્સે પ્રશંસા કરી.કોરોના કાળની પ્રથમ અને બીજી લહેર ભારત હજુ ભૂલ્યું નથી. આ મહામારી દરમિયાન લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

2021માં કોરોનાની બીજી લહેર દરમિયાન આપણા દેશે ઘણો ખરાબ સમય જોયો હતો. જોકે જે રીતે ભારત સરકારે કોરોના સામે અભિયાન છેડ્યું હતું તેની દુનિયાભરમાં પ્રશંસા થઇ છે.

હવે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક રિપોર્ટમાં પણ ભારત સરકારના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે અભૂતપૂર્વ કોવિડ વેક્સીનેશન પ્રોગ્રામ ચલાવીને 34 લાખથી વધારે લોકોના જીવ બચાવ્યા છે. આ રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતના કોવિડ વેક્સીનેસન પ્રોગ્રામે 18.3 અબજ અમેરિકન ડોલરનું નુકસાન થવાથી પણ બચાવ્યું છે.

આરોગ્ય મંત્રીએ તેમને સમર્પિત વોર રૂમ બતાવ્યો જે હવે હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને નેશનલ પબ્લિક હેલ્થ ઓબ્ઝર્વેટરી (ગઙઇંઘ) તરીકે ઓળખાય છે જે કોવિડના સમયમાં આકાર પામ્યો હતો.

જેના દ્વારા કોવિડ કેસ ટ્રેક કરવામાં આવ્યા અને ઝડપી રસીકરણ સાથે એ.આઈ અને અન્ય ટેકનોલોજીના માધ્યમથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કાર્યક્રમો અને અન્ય પહેલની સ્થિતિનું મોનીટરીંગ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.