Abtak Media Google News

કિલોમીટર દીઠ ૧ થી ૪ પૈસા વધારવાનો નિર્ણય: રિઝર્વેશન અને સુપરફાસ્ટ ટ્રેનના ભાડા

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં પથરાયેલુ રેલવે નેટવર્ક પણ વિશ્ર્વના કેટલાક મોટા પરિવહન વ્યવસ્થાપન પૈકીનું એક ગણવામાં આવે છે. ભારતીય રેલવે દ્વારા કેલેન્ડરના નવા વર્ષની પૂર્વ સંઘ્યાએ દાયકાઓ પછી પ્રથમવાર દર વધારાની જાહેરાત કરી છે.

૧-૧-૨૦૨૦ થી અમલમાં આવનારા આ ભાવ  વધારામાંથી પરાવિસ્તારની ટ્રેનોને બાકાત રાખી દેવામાં આવી છે.

નવા ભાવ વધારામાંથી પરા વિસ્તારની લોકલ મુસાફરીને યથાવત રાખી સામાન્ય નોન એસી અને પરા વિસ્તારની ટ્રેનો સિવાય આજથી રેલવેની મુસાફરી ૧ કી.મી. દીઠ એક પૈસા મોંધી બની છે. આ સાથે એ.સી વર્ગ મેઇલ, એકસપ્રેસ નોન એ.સી. વર્ગની મુસાફરીમાં કિલોમીટર દોડ ૪ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારામાં પ્રિમિયમ ટ્રેનો જેવી કે સતાબ્ધી, રાજધાની અને દુરતો ટ્રેન જેવી લકઝરી ટ્રેનોની મુસાફરી પણ મોંધી બની છે. દિલ્હી, કલકત્તા, રાજધાની ૧૪૪૭ કીમીનું અંતર કાપે છે. ૪ પૈસા દીઠ ભાવ વધારો દાખલ થતાં આ ટ્રેનનું ભાડુ રૂ ૫૮ વઘ્યું છે.

7537D2F3

સરકાર દ્વારા લેવામાં આવેલા રેલવેના આ ભાવ વધારાના નિર્ણયથી ટીકીટના દર વઘ્યા છે. પરંતુ રીઝર્વેશન અને સુપર ફાસ્ટ ટ્રેનોના ભાડા થયાવત રહ્યા છે. વળી આ ભાવ વધારો અગાઉ ટીકીટ બુક કરાવનારને લાગુ નહિ થાય.

રેલવેની કાયાપલટ માટે હાથ ધરેલી પ્રક્રિયા અને કેટલીક સેવાઓના ખાનગીકરણને લીલી ઝંડી આપ્યાની સાથે સાથે જ લાંબા સમય બાદ રેલવેના ટિકીટ દરમાં કીમી દીઠ ૪ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રેલવે પરિવહનનો દરરોજ કરોડો મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.