Abtak Media Google News

શૌચાલયોનું વ્યવસ્થાપન કરવા તંત્ર નિષ્ફળ: શૌચાલયો સત્વરે ખોલવામાં આવે તેવી નગરજનોની માંગ

હાલ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાઓ સ્વચ્છ બને અને જિલ્લાઓમાં થતી ગંદકી અટકે એ માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર ખાસ પ્રકારે તત્પર બની છે અને સમગ્ર ગુજરાતમાં અને દેશમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર સ્વચ્છ બને તેવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા જિલ્લામાં અનેક એ એન્ડ યુઝ શૌચાલયોમાં લાખો રૂપિયા નાખીને નવનિર્મિત કર્યા છે ક્યારે આ પે એન્ડ યુઝ શૌચાલય વ્યવસ્થાના અભાવે અને જે તે સંસ્થાને સંચાલન માટે આપી દેવામાં આવ્યા છે ત્યારે આ સંસ્થાઓ આ પે એન્ડ યુઝ સૌચાલયનું વ્યવસ્થાપન કરવા માટે તદ્દન નિષ્ફળ નીવડી છે. જેના કારણે જિલ્લાના  અનેક પે એન્ડ યુઝ શૌચાલયો બંધ હાલતમાં પડ્યા છે જ્યારે અમુક ચાલુ છે તો તેમાં પ્રાથમિક સુવિધાનો અભાવ રહેલો છે એકવાર નગરપાલિકા દ્વારા ફાડવી આપવામાં આવેલ જે તે સંસ્થાને આવા સૌચાલયની મુલાકાત પણ છેલ્લા પાંચ વર્ષથી લેવામાં ન આવી હોવાની પ્રાપ્ય વિગત બહાર આવી છે જે તે સંસ્થા દ્વારા એક માણસની નિમણૂક કરીને આવા પે એન્ડ યુઝ સૌચાલય ચલાવવામાં આવી રહ્યા છે.

7537D2F3

ત્યારે હાલ જિલ્લાના અનેક પે એન્ડ યુઝ શૌચાલય જે તે સંસ્થાને અળવી આપવામાં આવેલ છે ત્યારે આવી બધી મોટાભાગની સંસ્થાઓ બારના રાજ્યની અથવા તો બારના જિલ્લાની હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પે એન્ડ યુઝ શૌચાલયમાં મુલાકાત પણ છેલ્લા પાંચ વર્ષથી આવી સંસ્થાઓએ લીધી ન હોવાની ત્યાંના સ્થાનિક કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે સુરનગર જિલ્લાના મોટાભાગના પે એન્ડ યુઝ સોચાલય અત્યંત બિસ્માર હાલતમાં છે.

ત્યારે અમુક શૌચાલયો સંસ્થાની ફાળવણી બાદ પાંચ વર્ષ બાદ પણ હજુ સુધી શરૂ કરવામાં આવ્યા નથી ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા આગામી સમયમાં આવા બંધ પડેલા અને લાખોના ખર્ચે નવનિર્મિત પામેલા શૌચાલયો સત્વરે ખોલવામાં આવે અને લોકોને ઉપયોગમાં આવે એવી માંગ સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ હાલ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.