Abtak Media Google News

ભાજપના પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ કગથરાની રજુઆતને મળી સફળતા: ગાડામાર્ગ પર કરોડોની જમીન પર કરાયેલા દબાણોનો જિલ્લા કલેકટરના આદેશથી કડુસલો બોલાવાયો

જામનગર નજીક દરેડ જીઆઈડીસી વિસ્તારમાં કારખાનેદારો દ્વારા ગાડા માર્ગ પર પાકા બાંધકામો સહિતના દબાણો ખડકી દઈને માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો. સાથે જીઆઈડીસીએ પણ માર્ગ બંધ રાખવાનો ઓર્ડર જાહેર કર્યો હતો ત્યારે ભાજપના એક પૂર્વ કોર્પોરેટરે આ મામલે છેક મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હતી. જેના પગલે જિલ્લા કલેકટરના આદેશથી આ દબાણોનો કડુસલો બોલાવવામાં આવ્યો હતો.2 85જામનગરમાં મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ કગથરા દ્વારા આજથી એક માસ પૂર્વે જામનગર નજીક દરેડ જીઆઈડીસી ફેઈસ-૩ વિસ્તારમાં કેટલાક કારખાનેદારો ગાડા માર્ગ પર કરેલા દબાણો હટાવવાની રજુઆત કરી હતી.3 64 તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અંતે તેઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ મામલે રજુઆત કરી હતી જેના પગલે મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટર રવિશંકરને તાકીદે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે જિલ્લા કલેકટરે રાજકીય માથાઓની મદદથી કરવામાં આવેલા કરોડોના દબાણોનો અંતે કડુસલો બોલાવ્યો હતો4 33અત્રે ઉલ્લેખનીય છે કે, જીઆઈડીસી દ્વારા સતા ન હોવા છતાં પણ ગાડા માર્ગનો રસ્તો બંધ કરવાનો પત્ર બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ ભાજપના પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ કગથરાની લડતના પગલે તેઓએ અગાઉનો પત્ર રદ કરી માર્ગને ખુલ્લો કરવાનો બીજો પત્ર બહાર પાડયો હતો. પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ કગથરાની રજુઆતને અંતે સફળતા મળતા ૧૦ કારખાનાદારોએ કરોડોની જમીન પર કરેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.