Abtak Media Google News

આગામી ૨૮ અને ૨૯મીએ ભવ્યાતિભવ્ય શિલાન્યાસ સમારોહ: દેશભરના સંતો-મહંતો સમાજ શ્રેેષ્ઠીઓના હસ્તે વિશ્વના સૌથી ઉંચા મંદિરનો કરાશે શિલાન્યાસ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા આકાર પામનાર વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય જગત જનની મા ઉમિયાના મંદિર(વિશ્વ ઉમિયાધામ)નો શિલાન્યાસ સમારોહ તા. ૨૮-૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ યોજાવા જઈ રહ્યો છે. આ બે દિવસીય સમારોહમાં સમગ્ર રાજ્ય અને વિશ્વભરમાંથી જગત જનની મા ઉમિયાના લાખો ભક્તો પધારશે. આ સમારોહમાં સમગ્ર દેશભરના સાધુ-સંતો-મંહતો, ધર્માચાર્યોની પાવન ઉપસ્થિતિમાં ૫૧ હજારથી ૫૧ કરોડ સુધીના સમાજશ્રેષ્ઠી દાતાશ્રીઓના વરદ્હસ્તે જગત જનની મા ઉમિયાના ૪૩૧ ફૂટ ઊંચા ભવ્યાતિભવ્ય મંદિરનો શિલાન્યાસ કરાશે.

વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરની વિશેષતાઓમાં મંદિરની ઉંચાઈ ૪૩૧ ફૂટ (૧૩૧ મીટર) વિશ્વનું સૌથી ઉંચુ જગત જનની મા ઉમિયાનું મંદિર બનશે મંદિરની ડિઝાઈન જર્મન આર્કિટેક અને ઈન્ડિયન આર્કિટેકના સંયુક્ત પ્રયાસથી બની છે માતાજીના મંદિરના શિખરની વ્યુ ગેલેરીમાંથી સમગ્ર અમદાવાદ શહેરનો નજારો નિહાળી શકાશે મંદિરની વ્યુ ગેલેરી અંદાજે ૨૭૦ ફૂટ (૮૨ મીટર) ઉંચી હશે મંદિરનો ગર્ભગૃહ સંપૂર્ણ ભારતીય શાસ્ત્રોમાં વર્ણવાયેલી ડિઝાઈન મુજબ બનશે ગર્ભગૃહમાં ૫૨ ફૂટ ઉંચા સ્થાન પર જગત જનની મા ઉમિયા બિરાજશે જગત જનની મા ઉમિયાની સાથે મહાદેવનું પારાનું શિવલિંગ સ્થાપિત કરાશે

શિલાન્યાસ સમારોહની વિશેષતાઓ બે દિવસમાં અંદાજિત ૨ લાખ કરતાં વધુ મા ઉમિયાના ભક્તો વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ પધારશે સમગ્ર સમારોહના આયોજન માટે ૫૦થી વધુ કમિટીઓ કામ કરશે સમગ્ર કાર્યક્રમમાં ૫૦૦૦થી વધુ સ્વયં સેવકો સેવા આપશે શિલાન્યાસ સમારોહની તૈયારી અને કાર્યક્રમની રૂપરેખા: ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦- શુક્રવાર સવારે ૮થી ૧૨ કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા જગત જનની મા ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે બપોરે ૨ કલાકે ૧૧ હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે મા ગંગાના પવિત્ર જળ ભરેલાં ૧૦૮ કળશનું સ્વાગત અને પૂજન કરાશે સાંજે ૪ કલાકે દાતાશ્રીઓનો અભિવાદન સમારોહ યોજાશે.

૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦- શનિવાર સવારે ૮ કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત ૯ શિલાઓનું દાતાશ્રીઓના હસ્તે પૂજન સાંજે ૪ કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રી (ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થા) અને પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર (આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન) આશીર્વચન આપશે

શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારત ભરના ૨૧ કરતાં વધુ દિગ્ગજ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.

Img 20200220 Wa0013

સમાજ શ્રેષ્ઠીઓ ડી એન ગોલ ઉપપ્રમુખ, આર પી પટેલ પ્રમુખ, દિપકભાઈ પટેલ ઉપપ્રમુખ ઓઝોન ગ્રુપ, વીરેન્દ્રભાઈ પટેલ પોપ્યુલર, કાંતિભાઈ પટેલ રામ, અરવિંદભાઈ પટેલ ધારસભ્ય, વાડી ભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ ઓઝોન, સકલચંદભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, પ્રભુદાસ ભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ કામેશ્વર, આર એસ પટેલ, શૈલેષ ભાઈ પટેલ, વિક્રમભાઈ પટેલ, ડો રૂપલ બેન પટેલ ચેરમેન મહિલાવિંગ,  રસિકભાઈ પટેલ, અનિલભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પત્રકાર પરિષદમાં શિલાન્યાસ સમારોહની વિશેષ માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.