Abtak Media Google News
સરકારની નીતિ અને નિયમો તેમજ પડતર પ્રશ્નો અંગે  ક્વોરી એસોસિએશન દ્વારા આંદોલન ચાલી રહ્યું છે ત્યારે  સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ૧૩  દિવસથી ચાલી રહેલ હડતાલ ને રાજ્યભરના ક્વોરી  એસોસિયેશનને ટેકો જાહેર કરતા લાખો લોકોને રોજગારી પૂરું પાડતો આ ઉદ્યોગ ઠપ્પ થવાથી મોટાપાયે નુકશાન થઇ રહેલ  હોય આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આગામી દિવસોમાં ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે.
Screenshot 2018 06 08 20 43 56 994 Com.miui .Videoplayer
: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સહીત સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં ક્વોરી ઉદ્યોગ આવેલો છે.   વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને સૌરાષ્ટ્ર ક્વોરી એસોસીએસન ની છેલ્લા ૧૩  દિવસથી હડતાલ ચાલી રહી છે. ત્યારે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ક્વોરી એસોસિએશનના દ્વારા જિલ્લા કલેકટરને 15 પ્રશ્નો નું આવેદનપત્ર પાઠવવામાં આવેલ  લાખો લોકોને રોજગારી પૂરું પાડતો આ ઉદ્યોગ છેલ્લા ૧૩  દિવસ થી બંધ હોવાથી મજૂરો, ટ્રાન્સપોર્ટરો અને  ક્વોરી ઉદ્યોગકારોની હાલત ખરાબ થઈ ગઈ છે . ૪૦૦૦  જેટલા ડમ્પરો   આ ઉદ્યોગમાં ચાલે છે. વારંવાર રજૂઆત છતાં સંવેદનહીન સરકાર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી અને અને જો આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઇ જ  પ્રકાર ના સકારાત્મક પગલા લેવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન  સહિત ઉગ્ર આંદોલનની  અને નાછૂટકે આત્મ વિલોપન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.