Abtak Media Google News

હિસાબી વર્ષ 2022-23 ના માર્ચ એન્ડિગના હિસાબો સંદર્ભે સમગ્ર ગુજરાતમાં માર્ચ મહિનાના આખરી અઠવાડીયામાં વિવિધ માકેટીંગ યાર્ડો બંધ હોય છે. જેમાં વાંકાનેર માકેટીંગ યાર્ડમાંથી વેપારીઓનો માલ ઉંઝા, રાજકોટ, ગોંડલ જેવા મોટા યાર્ડોમાં જતો હોવાથી યાર્ડોમાં માર્ચ એન્ડિગની રજાઓ હોય જેથી વાંકાનેર માકેટીંગ યાર્ડ આગામી તા. 26-3 થી 2-4 સુધી બંધ રહેશે.

Advertisement

વાંકાનેર યાર્ડમાં તા. ર-4 રવિવારથી માલની ઉતરાઇ શરુ કરવામાં આવશે અને તા. 3-4 થી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ થશે. જેની વાંકાનેર વિસ્તારના તમામ ખેડુતોએ નોંધ લેવી. માર્ચ એન્ડીંગની રજાઓના કારણે ઉપરની તારીખો દરમિયાન ખેડુતો ભાઇઓએ યાર્ડ ખાતે પોતાનો માલ વેચાણ માટે ન લાવવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.