Abtak Media Google News

સૌરાષ્ટ્ર ના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકમાં મોખરે રહે છે. સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો પોતાનો પાક વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ને પ્રથમ પસંદગી આપતા હોય છે. તેવી જ રીતે ફ્રુટ માં પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે. ત્યારે  આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સફરજનની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ હતી.

સારા માલના ગત વર્ષ કરતા ત્રણ ગણા ભાવ મળતા ખેડુતો ખુશ

સમગ્ર ગુજરાતમાં ગોંડલ ફ્રુટ અને શાકભાજી માર્કેટયાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ ફળોની પુષ્કળ આવક જોવા મળતી હોય છે. ત્યારે કાશ્મીર, શ્રીનગર અને જમ્મુ માંથી દરરોજ  માર્કેટિંગ યાર્ડમાં 5 થી 6 હજાર પેટી કાશ્મીર ડીલીસન સફરજનની આવક જોવા મળે છે.

માર્કેટિંગ યાર્ડના વેપારી હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગોંડલ ફ્રુટ અને શાકભાજી માર્કેટયાર્ડમાં આશરે 25 જેટલા ફ્રૂટના વેપારીઓ પેઢી ધરાવે છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી, તરબૂચ, સફરજન, અંગુર, માલતા, ડ્રેગન, સંતરા, જામફળ સહિતના ફળોની વિપુલ પ્રમાણમાં આવક નોંધતી હોય છે.

માર્કેટિંગ યાર્ડમાં 5 થી 6 હજાર પેટી સફરજનની આવક નોંધાઈ હતી. ત્યારે હરરાજીમાં સફરજન ના મધ્યમ માલના 1 કિલો ના ભાવ 30 થી 55 રૂપિયા સુધીના બોલાયા હતા અને સારા માલ ના 1 કિલોના ભાવ 70 થી 90 સુધીના બોલાયા હતા. જે ગત વર્ષ કરતા ત્રણ ગણા ભાવ હરરાજીમાં ખેડૂતોને મળ્યા હતા.

માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા જણાવ્યું  કે  ગોંડલ ફ્રુટ અને શાકભાજી યાર્ડમાં પણ દરરોજ ફળોની આવક થતી હોય છે. સમગ્ર ગુજરાતમાં સફરજનની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ થતી હોય છે. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સફરજન વેચાતા હોય છે તે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માંથી જ વેચાણ થતું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.