Abtak Media Google News

જિલ્લામાં વસવાટ કરતા ૧૯ રાજ્યનાં પરપ્રાંતીયોને યોજનાનો લાભ મળશે

કેન્દ્ર સરકારે સમગ્ર દેશ મટો “વન નેશન વન રેશન કાર્ડ” ની મહત્ત્વાકાંક્ષી યોજનાનો અમલ શરૃ કરવા કામગીરી હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ યોજનાને તથા ગુજરાતમાં તેનો અમલ શરૃ કરવાની કામગીરી અંગે ગુજરાતના અન્ન-પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) એ આવકાર આપી વડાપ્રધાન દ્વારા મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. દેશના વડાપ્રધાનની આ યોજના હેઠળ એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે નહીં પ્રદેશવાદ, નહીં ભાષાવાદ માત્ર રાષ્ટ્રવાદની વાત રજૂ થઈ છે.

આ યોજનાનો ગુજરાત રાજયમાં મુખ્યમંત્રી દ્વારા અમલમાં મૂકવા બદલ મુખ્યમંત્રીને પણ અભિનંદન આપ્યા છે. આ યોજનાના અમલમાં આવતા જ ગુજરાતમાં વસનારા હજારો પરપ્રાંતિયો લોકોને ભૂખ્યા નહીં સુવું પડે અને રોજગારી સાથે-સાથે રોટી પણ મળી રહે તેાવ ઉદ્દેશ સાથે આ યોજના આશીર્વાદરૃપ બનશે. ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં જે પરપ્રાંતિયો ગુજરાતમાં રોજી-રોટી મેળવી રહ્યાં છે તેવા લોકોને ભુખ્યાં ન સુવું પડે તે માટે વન નેશનલ વન રેશનકાર્ડ યોજના અમલમાં મૂકી છે, તે યોજનાનો લાભ ગુજરાતમાં આવતા પરપ્રાંતિઓને પણ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસવાટ કરતાં કોઈપણ રાજયના પરપ્રાંતિયો એન. એફ. એસ. એ. રેશનકાર્ડ ધારકોને ગુજરાત રાજ્યમાં કોઈપણ સસ્તા અનાજની દુકાન ઉપરથી સરકારે નક્કી કરેલ દુકાન ઉપરથી નિયત અન્ન પુરવઠો મેળવી શકશે. કેન્દ્ર સરકારની યોજનાનો અમલ ગુજરાત સરકાર દ્વારા શરૃ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત રાજયની ૧૭,૦૦૦ થી વધુ દુકાનો પૈકી ગમે તે દુકાનેથી મળવાપાત્ર અન્ન પુરવઠો મેળવી શકશે. જેમાં જામનગર જિલ્લામાં પણ તમામ પરપ્રાંતિયો જેવા એન.એફ.એસ.એ. હેઠળ નોંધાયેલા હશે તે દેશનો કોઈપણ નાગરિક પોતાના અંગુઠા કે આંગળીની છાપ દ્વારા ઓળખ પ્રસ્થાપિત કરીને સસ્તા અનાજની દુકાનેથી જુન-ર૦ર૦ માં વિનામૂલ્યે અન્ન પુરવઠો મેળવી શકશે. રાજય સરકાર દ્વારા આ યોજનાનો અમલ કરાતા તેનો લાભ જામનગર જિલ્લામાં વસવાટ કરતા ૧૯ રાજયના પરપ્રાંતિયોને મળી શકશે. રાજયના સિમાડા હવે કોઈને પણ અન્નથી વંચિત નહીં રાખી શકે, તેવી આ યોજના અમલમાં મૂકવા બદલ જામનગર જિલ્લા સહિત ગુજરાતના પરપ્રાંતિયો વતી તેમણે આભાર વ્યક્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.