Abtak Media Google News

કેન્દ્ર સરકારના ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. કોરોના મહામારીના સમયગાળામાં જામનગર જિલ્લામાં પ્રવાસી કામદાર ભાઈઓ-બહેનોની સંઘર્ષ શક્તિ તથા સંયમ શક્તિ સૌએ નિહાળી છે. ત્યારે પ્રત્યેક કામદારને શક્તિશાળી બનાવવા સરકાર પગલા લઈ રહી છે. ગરીબ  કલ્યાણ રોજગાર અભિયાન દ્વારા પ્રત્યેક ગામમાં પ્રત્યેક ઘરને રોજગારીની તક મળશે અને ગ્રામીણ વિકાસનો આધાર રચાશે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ રોજગારી, સ્વરોજગારીથી લઘુ ઉદ્યોગોની તકો પણ જોડાયેલ છે.

કેન્દ્ર સરકારના આ અભિયાનમાં કામદારોની રૃચિ તથા કૌશલ્ય અનુરૃપ સ્વરોજગારી તથા રોજગારીના કાર્યો થશે. આ ઉપરાંત સિંચાઈ, બાગબગીચા, જનજીવન મિશન જેવા પચ્ચીસ જેટલા ક્ષેત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંગેની સંપૂર્ણ માહિતી-માર્ગદર્શન ગ્રામપંચાયતમાંથી પણ મળી શકશે. આ અભિયાન દ્વારા જામનગર સહિત સમગ્ર ગુજરાતના પ્રવાસી કામદારો માટે આજીવિકાના અવસર પ્રદાન કરવામાં મહત્ત્વનું પરિબળ બની રહેશે. ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક નિવેદનમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનને આવકાર આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.