Abtak Media Google News

ભગવાન કૃષ્ણના ભક્તોમાં મીરાબાઈનું સ્થાન સર્વોચ્ચ છે. મીરાબાઈ કૃષ્ણભક્તિમાં સંપૂર્ણ રીતે લીન થઈ ગયા હતા . મીરાબાઈની જન્મજયંતિ દર વર્ષે અશ્વિન મહિનાની શરદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

આ વખતે મીરાબાઈ જયંતિ 28 ઓક્ટોબર 2023 ના રોજ છે. જો કે, તેમના જન્મ સમયનો કોઈ નક્કર પુરાવો નથી, પરંતુ કેટલીક માન્યતાઓ અનુસાર, એવું કહેવાય છે કે મીરાબાઈનો જન્મ 1448 ની આસપાસ થયો હતો. મીરાબાઈ બાળપણથી જ ભગવાન કૃષ્ણની ભક્તિમાં ડૂબી ગઈ હતી. . તેણીએ જીવનભર ભગવાન કૃષ્ણની પૂજા કરવાનું ચાલુ રાખ્યું.

મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી ગામમાં  થયો હતો. તેમના પિતા રતન સિંહ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દ્રષ્ટિ પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.Images 7 2

બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, “મારા પતિ કોણ હશે?” તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, “તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને” મીરાંની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી.

નાની ઉંમરમાં જ તેમનો વિવાહ  ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં.Krishna Lover Meera Bai Images

મીરાંના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાંના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરાં દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.