Abtak Media Google News

અયોધ્યાથી આવનારા પ્રબુધ્ધ  ભૂદેવો દ્વારા ભાગવતજીના 18000 શ્ર્લોકોનું કરાશે c: તા.19-3 થી તા. 24-3 સુધી યોજાશે વિવિધ ધાર્મિક કાર્યક્રમો

અબતક,રાજકોટ

Advertisement

રામચરિત માનસ મંદિરે શ્રી હરિચરણદાસજી મહારાજની ઉપસ્થિતિમાં 108 ભાગવત સપ્તાહનું આયોજન  મીરાબેન ભટ્ટના   વ્યાસાસને આગામી તા.19-3 થી તા. 24-3 દરમ્યાન  કરાયેલ છે. આ  સંદર્ભે  આયોજકો-કમીટી હોદેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. અને કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી.

રાજકોટની ભાગોળે  મોરબી રોડ  રતનપર પાસે  સુપ્રસિધ્ધ યાત્રાસ્થળ  રામચરિતમાનસ મંદિરે  રણછોડદાસ બાપુ તથા હરિચરણદાસજી મહારાજના  શુભાશિષથી આગામી સમયમાં તા.19-3 થી તા .2 સુધી કોઇ કેદ 25.3 સુધી  108 શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. જેમાં વ્યસાને ભાગવત કથાકાર મીરાબેન ભટ્ટ બિરાજી  આગવી શૈલીમાં કથાશ્રવણ કરાવશે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત પિતૃઓના મોક્ષાથર્ષ બનારસ, કાશી, અયોધ્યાથી આવનારા પ્રબુદ્ધ ભુદેવો દ્વારા ભાગવતજીના, 18000 શ્ર્લોકોનું સામૂહિક્ પઠન થશે. ભાગવતકથામાં રામજન્ય, કૃષ્ણજન્મ , રૂકમણીયિવાહ, ગિરીરાજ ઉત્સવ, ગોવર્ધન, પૂજા, અન્નકુટ મહોત્સવ વગેરે  પ્રસંગો ધામધૂમથી ઉજવાશે કથાસ્થળે , સુંદરકાંડ, હોમાત્મક યજ્ઞ, હવન વગેરે યોજાો કથા  શ્રવણનો સમય સ્વારે 9-00 થી 1-0ની રહેશે  આયોજન  હરિચરણદાસ્જી મહારાજની પાવન ઉપસ્થિતિમાં થશે . રામચરિત માનસમંદિરના  વિશાળ સંકુલમાં આયોજીત આ 108 ભાગવત સપ્તાહમાં કથાની પોથીજી ના યજમાનો  નોંઘાય છે.

આ કથામાં પૂજા હવન , જાપભજનસંધ્યા આરતી વગેરેનું પણ આઈજન કરેલ છે કથા દરમ્યાન પ્રતિદિન હરિચરણદાજી મહારાજના દર્શન , આશિર્વચનનું પાવન  આયોજન  કરેલ છે. કથા શ્રવણ માટે આવેલ સર્વે શ્રોતાજનો માટે પ્રતિદિન ચા – પાણી ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા કરેલ છે. ભાગવત સપ્તાહમાં વિવિધ સંતો, ધર્મગુરુઓ આશિર્વચન આપશે. ભાગવત કથાના  વિશાળ આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવીછે , સિયારામ મંડળીના  પ્રમુખ સુરેશભાઈ ચંદારાણાના માર્ગદર્શન હેઠળ  સર્વે  કારોબારી સભ્યોની ભાગવત સપ્તાહ સમિતિ કથાના આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યાછે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ કથામાં  હરિચણદાસજી મહારાજની રક્તતુલાનું પણ સંતો મહંતોની ઉપસ્થિતિમાં આયોજન કરેલ છે . આ કલ્યાણકારી ભાગવત કથામાં પોથીજીના યજમાન થવા ઇચ્છતા ભાવિકોને મોબાઇલ નંબર 9825075264, 9601275773, મો .997929341 પર સંપકર્ર્ કરવાનું જણાવાયુ છે . સર્વે ધર્મપ્રેમી ભાવિકોને યજમાન થવા તથા કથાશ્રવણનો લાભ લેવા સિયારામ મંડળીએ જાહેર અનુરોધ કરેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવ માટે  પ્રમુખ  સુરેશભાઇ ચંદારાણા, પ્રવિણસિંહ ઝાલા ,  શાંતુભાઇ રૂપારેલીયા ,  હસુભાઇ ભગદેવ,  સંદીપભાઇ લાખાણી,  કૃષ્ણકાંતભાઇ મહેતા, મેહુલભાઈ નથાણી,  અજયભાઇ સંધાણી વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.