બાંગ્લાદેશના મીરાજે ભારતને હારની ‘મહેદી’ લગાવી !!!

રાહુલ દ્વારા છોડાયેલો કેચ મેચનો ટર્નિંગ પોઇન્ટ બન્યો !!!

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વનડે મેચની સિરીઝ શરુ થઈ છે. જેમાં  પ્રથમ મેચ બંને દેશના સુકાની દ્વારા ટોસ ઉછાડયો હતો જેમાં  બાંગ્લાદેશના સુકાની લિટન દાસે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા શરૂઆત ખૂબ જ ધીમી અને નબળી રહી હતી ઓપનર શિખર ધવન ખુબ સસ્તામાં આઉટ થઈ ગયો હતો ત્યારબાદ રોહિત શર્માને વિરાટ કોહલી ને પણ બાંગ્લાદેશના બોલર હોય વહેલાસર પવેલિયન મોકલી દીધા હતા ત્યારબાદ ભારતીય ટીમ જે રીતે બેઠી થવી જોઈએ તે થઈ શકી ન હતી અને માત્ર 186 રન પર ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે સિરીઝની પહેલી મેચમાં ટોસ હારી પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ 41.2 ઓવરમાં માત્ર 186 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી અને બાંગ્લાદેશને જીતવા 187 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 73 રન ફટકાર્યા હતા જ્યારે બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને સૌથી વધુ પાંચ અને ઈબાદત હુસૈને ચાર વિકેટ ઝડપી હતી. ત્રણ મેચની વનડે સિરીઝની સૌપ્રથમ મેચમાં જ બાંગ્લાદેશ સામે ભારતને હારનો સામનો કરવા પડ્યો હતો. અતિ રોમાંચક મેચમાં બાંગ્લાદેશે ભારતને માત્ર એક વિકેટથી હરાવ્યું હતું અને વનડે સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી.

ભારત માટે સર્વાધિક રન બનાવનાર કે.એલ રાહુલ મેચના અંતમાં હીરો નહીં પરંતુ વિલન સાબિત થયો હતો કારણ કે શાર્દુલ ઠાકોરની ઓવરમાં મહેંદી હસનનો કેચ છોડતા જાણે ભારતના હાથમાંથી જીત સરકી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને બાંગ્લાદેશે ભારતને હારની મહેદી લગાવી હતી. ભારતની પહેલી 3 વિકેટ માત્ર 34 રનના સ્કોર માજ પડી ગઈ હતી. બાંગ્લાદેસ તરફથી સાકીબ અલ હસને 5 વિકેટે ઝડપી હતી. હાલ 3 મેચની સિરીઝમાં બાંગ્લાદેશે 1 મેચ જીતી સરસાઈ મેળવી છે. બાકી રહેતા બે મેચમાં જો બાંગ્લાદેશ એક વધુ મેચ જીતે તો તે સિરીઝ જીતી જશે, જયારે ભારતે સિરીઝ જીતવા માટે બંને મેચ જીતવા જરૂરી છે.

બાંગ્લાદેશ એક સમયે 9 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે ભારતની જીત નિશ્ચિત લાગતી હતી અને છેલ્લી વિકેટ માટે બાંગ્લાદેશે 51 રન ની ભાગીદારી નોંધાવી હતી. જેને ભારતીય બોલરો રોકી શક્યા ન હતા. શાર્દુલની ઓવરમાં રાહુલે મુકેલો કેચ અને ત્યારબાદ સુંદરે મુકેલો કેચ મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો.