Abtak Media Google News

ટોક્યો ઓલિમ્પિકમાં ગત શનીવારના રોજ ભારતની મીરાંબાઈ ચાનું અને જાપાનની હાઉ ઝીહુઈ વચ્ચે વેઇટલિફ્ટિંગ મેચ રમાઈ હતી જે 49 કિલોગ્રામનું વેઇલિફ્ટિંગ હતું જેમાં ભારતની મીરાંબાઈ ચાનુંને હરાવી જાપાનની હાઉ ઝીહુઈ એ ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો. ત્યારે હવે ટોક્યો મેનેજમેન્ટ દ્વારા ફરીથી જાપાનની વેઇટલિફ્ટર હાઉ ઝીહુઈનો ફરીથી ડોપિંગ ટેસ્ટ થાય તેવું જણાય રહ્યું છે

આ ટેસ્ટ માટે તેને ટોક્યોમાં જ રોકવા કહ્યું છે અને આ ટેસ્ટમાં જો પોઝિટિવ આવશે તો ભારતની મીરાંબાઈને મળી શકે છે ગોલ્ડ. ત્યારે જો ઓલિમ્પિકની વાત કરીએ તો ગોલ્ડ મેડલ કોઈ પણ ખેલાડીને ત્યારે જ આપવામાં આવે છે જયારે તેનો ડોપિંગ ટેસ્ટ થયેલો હોય. પરંતુ આ વખતે આ વેઇટલિફ્ટિંગમાં જાપાનની હાઉ ઝીહુઈને ગોલ્ડ આપવામાં આવ્યા બાદ આ ટેસ્ટ કરાવવામાં આવશે. જે ભારત માટે ઘણી સારી વાત કહી શકાય છે. મીરાંબાઈ ચાનુંને મળેલી હાર બાદ તેને સિલ્વર મેડલ આપવામાં આવ્યો હતો.

Mir 1

ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનૂના સિલ્વર મેડલ સિવાય એની કાનની બુટ્ટીએ પણ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. મીરા ફાઇનલમાં ઓલિમ્પિકના સિમ્બોલ આકારની બુટ્ટી પહેરીને રિંગમાં ઉતરી હતી. આ બુટ્ટી મીરાની માતા તોમ્બી લીમાએ 2016 રિયો ઓલિમ્પિક પહેલા પોતાના ઘરેણા વેચીને ગીફ્ટમાં આપી હતી.

મીરાબાઈની માતાને આશા હતી કે આ એક ગુડલક ગીફ્ટ સમી બની રહેશે. જોકે, રિયોમાં તે ડિસ-ક્વોલિફાઈ થઈ ગઈ. પરંતુ 2020 ટોક્યોમાં મીરાબાઈએ વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને માતાને રિટર્ન ગિફ્ટ આપી હતી. ફાઇનલમાં તોમ્બીએ જ્યારે મીરાબાઈના કાનમાં એજ બુટ્ટી જોઇ ત્યારે તે ખુશીના આંસુએ રડવા લાગી હતી.

લીમાએ કહ્યું કે મેં મારી બુટ્ટીને ટીવી પર જોઇ હતી. મેં મીરાને આ બુટ્ટી 2016માં રિયો ઓલિમ્પિક પહેલા આપી હતી. મેં મારા સેવિંગ્સના રૂપિયા અને સોનાનાં ઘરેણાને વાપરી મીરાને બુટ્ટી ભેટમાં આપી હતી. અત્યારે જ્યારે મીરાએ આ બુટ્ટી પહેરીને મેડલ જીત્યો છે, એ જોઇને અમને ઘણો આનંદ થયો છે.

મીરાબાઈએ ટોક્યોમાં ઈતિહાસ રચતા જોવા માટે પરિવારનાં સભ્યો અને મિત્ર હાજર હતા. મીરાએ પણ સિલ્વર જીત્યા પછી પોતાની માતાને યાદ કરી હતી. એણે કહ્યું કે હું મારી માતાને કારણે જ આજે સફળ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.