Abtak Media Google News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦ની ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ ૮મી જુનનાં રોજ ૬૦.૬૪ ટકા જાહેર થયેલું જેમાં સૌરાષ્ટ્રનું ૫૮.૧૯ ટકા પરિણામ આવ્યું હતું ત્યારે રાજકોટની મીરામ્બિકા સ્કુલનું પરિણામ ૭૪.૧૧ ટકા આવેલ છે ત્યારે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી હર્ષાબા જાડેજા તથા શાળામાં પ્રથમ બે સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓએ અબતક સાથે વાતચીત કરી હતી.

Advertisement

ગણિત-વિજ્ઞાનના અઘરા પેપરના કારણે રિઝલ્ટ નીચુ આવ્યું છે: હર્ષાબા જાડેજા

Vlcsnap 2020 06 10 12H19M58S241

મીરામ્બિકા કન્યા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી હર્ષાબા જાડેજાએ જણાવ્યું કે, તેઓની શાળાનું ૭૪ ટકા રિઝલ્ટ આવ્યું છે.  વિદ્યાર્થીઓના પ્રતિભાવો એવા મળ્યા છે કે  હાલમાં મહેનત પ્રમાણે રિઝલ્ટ નથી મળ્યું.  ગણિત-વિજ્ઞાનનાં  પેપર  ખુબ જ  અઘરા પડેલા આ ઉપરાંત ઓનલાઈન એજયુકેશન મધ્યમ વર્ગ અને ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે શકય નથી તેથી ટુંક સમયમાં શાળા શરૂ તો વિદ્યાર્થીનીઓને યોગ્ય ન્યાય મળે. ૧૦ પછી નવી જ સ્ટ્રીમ લેવાની હોવાથી ઓનલાઈનને બદલે શાળાએ આવી વિદ્યાર્થીઓનો પાયો મજબુત કરે તે ખુબ જ જરૂરી છે.

૧૦મું ધોરણ ખુબ જ યાદગાર રહ્યું પરંતુ હવે ઓનલાઈન સ્કૂલીંગમાં મુશ્કેલી પડશે: પરમાર પ્રિયંકા.

Vlcsnap 2020 06 10 12H20M26S7

મીરામ્બિકા સ્કુલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પરમાર પ્રિયંકાએ ધો.૧૦નાં તેમના અનુભવને વાગોળતા કહ્યું છે. ખુબ જ સારી રીતે ભણ્યા બાદ ૧૦મું તેમના માટે યાદગાર બની ગયું. કારણકે શિક્ષણ તથા શિક્ષક બંને ખુબ જ સારું મળ્યું. હવે આગળ તેઓ કોમર્સમાં પ્રવેશ લેવાના છે. ભવિષ્યમાં તેવો ટીચર બનશે. આ ઉપરાંત ઓનલાઈન સ્કુલીંગ વિશે જણાવ્યું કે, શાળાએ ભણવાની જે મજા છે તે મોબાઈલમાં ભણવું ગમતું નથી. ખાસ તો ન છુટકે ૧૧માં ધોરણની શરૂઆતઓનલાઈનથશે.

હવે હું કોમર્સ લઈ સી.એ. બનીશ: વાડોદરીયા હિરલ

Vlcsnap 2020 06 10 12H20M40S151

૯૬.૨૨ પીઆર સાથે મીરામ્બિકા શાળામાં બીજો ક્રમ મેળવનાર વાડોદરીયા હિરલે જણાવ્યું કે, ઘોરણ ૧૦ તેમના માટે ખુબ જ યાદગાર રહ્યું તેમાં પણ ફેરવેલ એ તેઓને આજીવન નહીં ભુલાય. તેવો આગળ કોમર્સ લેવાના છે. કારણકે તેમનું સ્વપ્ન સી.એ. બનવાનું છે. ખાસ તો ૧૦માં ધોરણમાં શિક્ષકોનો પણ ખુબ સારો એવો સપોર્ટ રહ્યો. આ ઉપરાંત ઓનલાઈન ભણવાની જે વાત છે. તેનાથી શાળાએ આવી ભણવું વધારે ગમે છે. કારણકે અમુક મોટા દાખલા ભણવાના હોય છે તેમાં સ્લાઈડ બદલી જતા સમજવામાં ખુબ જ મુશ્કેલીઓ પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.