Abtak Media Google News

ગ્રામિણ સ્વરોજગાર સંસ્થા દ્વારા સીલાઇકામ અને જી.એસ.ટી સહાયકના તાલીમાર્થીને પ્રમાણપત્ર એનાયત

ગ્રામિણ રોજગારવાંચ્છુ યુવાઓ માટે મોબાઇલ રીપેરીંગ કોર્ષ થયો શરૂ 

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં  શિક્ષીત રોજગાર વાંચ્છુઓ માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિવિધ પ્રકારે લોન સહાય દ્વારા યુવાનોને પગભર થવા કામ કરે છે. ગ્રામિણ કુશળ કારીગરોને તેમની કલાની નિપુણતામાં વધારો થાય, કલા કૈાશલ્યથી ઉત્પાદિત ચીજોનું માર્કટીંગ કેમ કરવુ, સાંપ્રત બજા વ્યવસ્થા અને માલની માંગ વગેરે બાબતોને આવરી લઇને જૂનાગઢ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીનાં સંયુક્ત ઉપક્રમે બિલખા રોડ પર આવેલ ગ્રામિણ સ્વરોજગાર સંસ્થા (આરસેટી) દ્વારા રોજગાર વાંચ્છુ યુવક યુવતીઓને વિવિધ પ્રકારની તાલીમ આપે છે.

Talim 3

જી.એસ.ટી કાયદાની અમલવારી માટે ૧૩ દિવસીય સહાયક તાલીમ કાર્યક્રમ અને મહિલાઓ માટે ૩૦ દિવસનાં સમયગાળાનો સીલાઇકામની તાલીમ આપતા કાર્યક્રમ સંપન્ન થતાં બન્ને તાલીમ કાર્યક્રમનાં તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત અને મોબાઇલ રીપેરીંગની તાલીમ માટેનાં તાલીમ વર્ગને પ્રારંભ કરાવતા સેમિનાર આમંત્રીત અતિથી, નવોદિત્ત તાલીમાર્થીઓને આવકારી RSETનાં નિયામક ડો. ચંદ્રાપાલે વિગતો આપતા જણાવ્યુ હતુ કે ગત વર્ષ દરમ્યાન ૨૭ જેટલા વિવિધ વિષયોને આવરી લેતા તાલીમ વર્ગોનું આયોજન કરી ૭૫૨ જેટલા તાલીમાર્થીઓને રોજગારી તરફ પ્રયાણ કરાવ્યુ હતુ. RSET માં તાલીમાર્થીને આવાસ-નિવાસ અને ભોજનની વ્યવસ્થાઓ નિઃશુલ્ક હોય છે, વ્યક્તિમાં કુશળતા સંગ્રહાયેલી જ હોય છે જરૂર માત્ર તેને નીખાર આપવાની હોય, ગ્રામિણ સ્વોરજગારી તાલીમ સંસ્થા દ્વારા હાથહુન્નરને લગતા કૈાશલ્યવર્ધન કરતા તાલીમ કાર્યક્રમો થકી યુવાનોને રોજગાર તરફ પ્રેરીત કરી બેંક લોન અને આનુસાંગિક માર્ગદર્શન દ્વારા તેમને વ્યવસાયીક દિશામાં પ્રસ્થાન કરાવીએ છીએ,

Talim 2સ્ટેટબેંક ઓફ ઇન્ડીયાનાં એ.જી.એમ પંકજ સિન્હા અને શ્રી બાંટવીયાએ જણાવ્યું હતું કે, સ્ટેટબેંક જુથની શાખાઓ ગ્રામિણ રોજગાર વાંચ્છુઓને પ્રોત્સાહક બની રહી છે. બેંક અને ડીઆરડીએ સંયુક્ત ઉપક્રમે સ્વરોજગાર વિકાસ સંસ્થા અનેક યુવા સાહસિકોને વિવિધ તાલીમ આપીને સ્વરોજગારી આપીને પગભર કર્યા છે. લીડબેંકનાં જનરલ મેનેજર શ્રી રાઠોડે જણાવ્યું હતું કે, આરસેટી સંસ્થા સ્વરોજગારના સર્જનનું કામ કરે છે. મહિલા અને યુવાનોને વિવિધ વ્યવસાયોની તાલીમ સહિત રહેવા-જમવાની નિશુલ્ક વ્યવસ્થા દ્વારા સ્વરોજગાર ક્ષેત્રે કારકિર્દી ઘડતરનું કામ ગ્રામીણ યુવાનોના વિકાસ માટે સંસ્થા કાર્યો કરે છે.નાબાર્ડનાં ડીડીએમશ્રી રાઉતે નાબાર્ડ દ્વારા ગ્રામોત્કર્ષની થતી પ્રવૃતિની જાણકારી આપી તાલીમ પ્રાપ્ત કલાકસબીઓને શુભકામના પાઠવી હતી.

Talim 4જિલ્લા ગ્રામવિકાસ એજન્સીનાં મિશનમંગલમ યોજના અમલીકરણ અધિકારી છાંયાબેન ટાંકે જણાવ્યુ હતુ કે નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં સખી મંડળોની રચના કરીને ગ્રામીણ મહિલાઓ ઘર આંગણે રોજગારી મેળવે તેની શરૂઆત કરી તેના ફળદાયી પરિણામો પ્રાપ્ત થયાં છે. રાજય સરકારશ્રી ધ્વારા સખી મંડળ યોજના વર્ષ ૨૦૦૭ થી સમગ્ર ગુજરાત રાજયમાં ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગર ધ્વારા અમલમાં મુકાયેલ છે જેમાં ગ્રામ્ય વિસ્તારની ગરીબ બહેનોને સંગઠિત કરી તેઓને આર્થિક સામાજીક, કૌટુંબિક શૈક્ષણિક, તથા રાજકીય રીતે પગભર કરી સ્ત્રી સશકિતકરણનો અભિગમ દાખવ્યો છે. ગ્રામીણ ગરીબ કુટુંબો જુથમાં સંગઠીત થઇ બચત અને આંતરીક ધિરાણનો અભિગમ અપનાવે તો તેમની નાની મોટી આર્થિક જરૂરીયાતો સંતોષી શકાય છે. આથી ગ્રામીણ ગરીબ કુટુંબોની બહેનોને સક્ષમ કરવા, કૌશલ્ય વર્ધન તાલીમ પુરી પાડવા, આંતરિક માળખાકીય સુવિધાઓ પુરી પાડી આર્થિક પ્રવૃત્તિ સાથે સાંકળવા બેંક ધિરાણ સાથે જોડવાના હેતુથી વિવિધ યોજનાઓ હેઠળ સ્વરોજગારી પુરી પાડી ગ્રામીણ ગરીબ કુટુંબોને આર્થિક રીતે પગભર કરી શકાય તેવા સિલાઇકામ અને જી.એસ.ટી સહાયક તાલીમ વર્ગની તાલીમાર્થી બહેનોનાં જીવનમાં આજે રોજગારીક્ષેત્રે નવો ઉજાસ રેલાયો છે.

આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં મેનેજર શ્રી ઉચાટે રાજ્ય સરકારશ્રીની ઉદ્યોગકારો માટે અમલી વિવિધ યોજનાઓ અને તેમાં પ્રોત્સાહક યોજનાની જાણકારી આપી હતી. આ તકે એફ.એલ.સી.સીનાં મેનેજર શ્રી કાથરોટીયા, માહિતી વિભાગનાં અશ્વિન પટેલ, ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા આરસેટીનાં સંયોજકશ્રી દર્શનભાઇ સુત્રેજા અને ઉત્સવીબેને જહેમત ઉઠાવી હતી., કાર્યક્રમનું સફળ સંચાલન એમ.એમ. રાવલે કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.