Abtak Media Google News

અંગ્રેજી માધ્યમમાં ભણેલી દીકરી પણ ગાયનું ખાણ તૈયાર કરવો, ચારો નિરવો, પાણી પીવડાવવા અને દોહવા જેવી કામગીરી કરે છે

જૂનાગઢનાં ખેડુત પરીવારે ગાય આધારિત ખેતી અને જીવન જીવવાની શરુવાત કરી વર્તમાન સમયમાં રસાયણ યુગમાં ચાલી ગયેલા આપણા ખેડુતો સહિત તમામ લોકોને ગાય સાથેની આપણી સંસ્કૃતિની શું મહત્વતા છે તેનો સંદેશ આપ્યો છે કોલેજ સુધીનો અભ્યાસ કરનાર પારૂલબેન અને ઈગ્લીશ મીડિયમમાં ભણેલી દિકરી જાનકી સાથે દિવ્યાંગ ત્રાંબડિયા વ્હેલી સવારે ૫ વાગે ઉઠી પોતાની ગૈાશાળા એ પહોંચી જાય છે.ગાયનું ખાણ તૈયાર કરવું,ચારો નીરવો,પાણી પાવું અને ગાયને દોહવાની સમગ્ર પ્રક્રિયા ખેડૂત પરીવાર જાત મહેનતથી કરે છે.

આજથી ૧૦ વર્ષ પહેલા ગાયો ભેંસો સાથે રાખવી એ સામાન્ય બાબત હતી.પરંતુ આજે બધાને ચોખુ દૂધ, ઘી, જોઈએ છે.પરંતુ પશુધન જોઈતું નથી.

આ બાબતથી ઉપર ઉઠીને  જૂનાગઢના શિક્ષિત ખેડૂત પરીવાર સંસ્કૃતિ તરફ પાછા વળવાનું નક્કી કરી. ગાય આધારિત ખેતી અપનાવવા સાથે સમગ્ર જીવન ગાય આધારિત બનાવવાનો અને તેમનો આ નિર્ણય આવડત આર્થિક,સામાજિક અને સૈાથી મોટી વાત તંદુરસ્ત આરોગ્યમય જીવન સાથે સફળ થાય છે.

શહેરી જીવનમાં શિક્ષિત મહિલાઓ દિકરીઓ ગાય ભેંસ દોહતી હોય તેવા દ્રશ્યની તમે ક્લ્પના કરી શકો. પરંતુ ત્રાંબડિયા પરીવારે શિક્ષણ અને સમજણના સમન્વયથી આ શકય કર્યુ છે.પારૂલ બેને કહયું હું ગાયોને જાતે દોહુ છુ.ગાયોના સાન્નીધ્યે જેટલો સમય પસાર કરીએ એટલો ઓછો છે.

ગૈાશાળામાં ગાયોની વચ્ચે અદભુત શાંતીનો અનુભવ થાય છે. ગમે તેવું ટેન્શન ગાયબ થઈ જાય છે.

ગાય આપણી સંસ્કૃતિ છે. ગાય આપણું જીવન છે. તે લોકો જેટલું વ્હેલું સમજશે એટલા વધુ સુખી થશે. એક ગાયથી શરૂ કરી ઝાંઝરડા બાયપાસ પાસે દિવ્યાંગભાઈએ ગાયો રાખવાની શરૂઆત કરી.આજે ૧૦ ગીર ગાયની ગૈાશાળા છે. સુરભી, ઉમા, ગુણવંતી, બંસી, જેવા ગાયોના નામ આપ્યા છે જે ગાયનું નામ લે એ ગાય  દોડતી આવે છે. ગાયોનો આ પ્રેમ છે.

દિવ્યાંગ ભાઈ કહે છે,૧૨ વર્ષ પહેલા મારો દિકરો બીમાર પડતા ગાયના દુધની જરૂરિયાત ઉભી થઈ.ચોખ્ખુ ગાયનું દૂધ ન મળતા ગાય રાખવાની શરૂઆત કરી.ગાયના દૂધ-દહીંથી દિકરો તો સાજો થયો જ પરંતું પરિવારના અન્ય લોકો પણ ગાયના દૂધ દહિથી તંદુરસ્ત થયા.

ગાયના દૂધ-દહિં ગોબર અને ગૈા-મુત્રની આ તાકાત છે. ગૌશાળા અને ગાયોને રોગ મૂકત રાખવા અહિં કુકડા રાખ્યા છે જે નેચરલ સફાઇ કામદાર છે.

કુટુંબજીવન તંદુરસ્ત બનતા સમગ્ર જીવન ગાય આધારિત બનાવી દિવ્યાંગભાઈ એ વંથલીમાં રહેલી પોતાની ૩૫ વીઘા જમીનમાં સંપૂર્ણ ગાય આધારિત ઓર્ગેનીક ખેતી અપનાવી.આ ખેતી અપનાવતા તેમનો ચીકુનો બગીચો એડવાન્સ નાણાં આપી ઇજારે જાય છે.તેઓ કેળા, શાકભાજી જેનું પણ વાવેતર કરે તેના વધુ નાણા મળે છે.

ડોકટરો ગૈાશાળા એ જાતે દૂધ લેવા આવે છે. ઉપરાંત ડાયાબીટીસ, કેન્સર, પીડિત દર્દિઓ ગૈાશાળા એ ગૈા-મુત્ર લેવા પણ આવે છે.બસ આજતો જીવનની સફળતા અને સંતોષ છે. અને લોકો અને ખાસ કરીને ખેડુતો ગૌ-માતાનું મહત્વ સમજે અને તેનુ પાલન કરતા થાય તો તેમાં આજના બધા ખેતીના અને માનવ જીવનના તમામ રોગોની  સમસ્યાઓનું સમાધાન મળી રહે તેવી તાકાત છે, તેમ દિવ્યાંગભાઇએ જણાવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.