Abtak Media Google News

રૂપિયા 75 હજાર કારોડના જાહેરાત માર્કેટમાં મોબાઈલ ધારકોના ખંભે કંપનીઓ ’તાગડધિન્ના’ કરશે !!!

હાલ એ વાત સામે આવી રહી છે કે હવે મોબાઈલ વપરાશ કરતા હોય વધુ ચુકવણું કરવું પડશે કારણ કે ટેલિકોમ કંપનીઓ તેના ભાવ વધારો કરવા માટે તૈયાર થઈ ગયા છે. તું જ નહીં આ ભાવ વધારાથી કંપનીઓને આશરે 20થી 25 ટકા જેટલી આવકમાં વધારો પણ થશે તે અંગે હાલ શક્યતા પણ સેવાઈ રહી છે. ટેલિકોમ કંપનીઓ મહત્વપૂર્ણ રીતે વાત ઉપર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે કે તેમના વપરાતા કર્તાઓ નો ઉપયોગ કેટલો છે અને તેમની આવક પ્રતિ ગ્રાહક સરેરાશ કેટલી થતી હોય છે. જેને ધ્યાને લઇ કંપની દ્વારા નવું રોકાણ નેટવર્કમાં કરવામાં આવતું હોય છે.

Advertisement

ત્યારે આ સ્થિતિને ધ્યાને લઇ દેશની 3 ટેલિકોમ કંપનીઓ વર્ષ 2019 થી સતત ભાવ વધારો કરી રહ્યું છે જેથી તેમની આવક વધે અને તેઓ સ્પર્ધામાં ટકી શકે. બીજી તરફ જો કંપની દ્વારા ભાવ વધારો કરવામાં આવશે તો ત્રણ ખાનગી ટેલિકોમ કંપનીઓને 20થી 25 ટકા જેટલી આવક માં વધારો થશે. જેનું કારણ એ છે કે ભારતમાં માત્ર ચાર જ કંપનીઓ છે કે જે સમગ્ર ટેલિકોમ ક્ષેત્રે અને ચલાવી રહ્યું છે તમે વપરાશકર્તાઓ માટે પણ જે વિકલ્પો હોવા જોઈએ તે પૂરતા નથી.

સામે મોબાઇલ ધારકો પણ દિનપ્રતિદિન વધી રહ્યા છે. તેના ભાગરૂપે ટેલિફોન કંપનીએ 3% ગ્રાહકોની સંખ્યામાં વધારો પણ નોંધાવ્યો છે. ત્યારે હવે ટેલિકોમ કંપનીઓ માત્ર આવક જ નહીં પરંતુ મોબાઈલ વપરાશકર્તાઓના ખભે તાગડધીનના કરશે. કારણ કે ભારતમાં એડવર્ટાઈઝમેન્ટ માર્કેટ 75 હજાર કરોડનું છે ત્યારે કંપનીઓના વપરાશકર્તાઓ છે તે અને તેમનો ક્ધટેન્ટ તેમના સુધી પહોંચાડવા માટે હવે આ તમામ ટેલિકોમ કંપની માધ્યમનો ઉપયોગ કરશે એટલે કહી શકાય કે મોબાઈલ વપરાશકર્તાઓ ના ખંભાનો ઉપયોગ કરવામાં આવશે. વિનય તેઓ છે પણ તેમના વપરાશકર્તાઓ માટે ઈચ્છા હશે તે જ વસ્તુને તેના વપરાશ કરતા હોય અનુસરવું પડશે. તે રીતે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક જેવા માધ્યમો પાસે પોતાના અન્ય પ્લેટફોર્મ જાહેરખબર માટેના છે તેમ જ હવે તેની કંપનીઓ પણ પોતાના પ્લેટફોર્મ ઓ ઊભા કરશે અને આવક રળશે.

સૌથી મોટી વાત એ છે કે સમગ્ર ભારતમાં જાહેર ખબર માર્કેટ 75 હજાર કરોડની છે તે પૈકી 33 ટકા ડિજિટલ મીડીયમ પર જાહેરખબરનો માર્કેટ શેર જોવા મળી રહ્યો છે જે હજુ પણ 27% સુધી વધશે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.