Abtak Media Google News

રાજકોટ મધ્યસ્થ જેલના ગ્રુપ-૨ના જેલર એમ. એમ. ચોૈહાણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અધિક્ષકની  સુચના મુજબ  સ્ટાફને સાથે રાખી રાત્રીના પોણા દસથી એક વાગ્યા સુધી જેલની તમામ યાર્ડ, બેરેકમાં જડતીની કાર્યવાહી શરૂ કરી હતી. એ દરમિયાન નવી જેલ-૨, યાર્ડ નં. ૩માં રહેલા કેદીઓની અંગજડતી કરતાં અને બિસ્તરાઓની જડતી કરતાં બેરેક નં. ૩ની પાણીના સ્ટેન્ડ પાસેથી બારી ઉપરથી જડતી દરમિયાન એક કાળા કલરનો સાદો નોકીયા કંપનીનો મોબાઇલ ચાલુ હાલતમાંમળી આવ્યોહતો. જેમાં બેટરી અને સિમ કાર્ડ પણ હતાં. આ મોબાઇલ આ  યાર્ડની બેરેકમાં રહેલા કોઇપણ અજાણ્યા કેદીએ રાખ્યો હોવાની શંકા છે. જેથી અજાણ્યા કેદી વિરૂધ્ધ જેલ પ્રિઝનર એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. મોબાઇલ ફોન ઘુસાડવામાં કોઇ કર્મચારી કે બીજુ કોઇ સંડોવાયું છે કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ કરાવવા આ ફોન પ્ર.નગર પોલીસે કબ્જે કર્યો છે. પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એમ. બી.ગોસ્વામીએ તપાસ શરૂ કરી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.