Abtak Media Google News

રાજસ્થાનથી 19 શ્રમજીવીઓ સાથે અમદાવાદ જતી તુફાન જીપને નડ્યો ગમખ્વાર અકસ્માત: 10 ઘવાયા

બ્રેક ફેઇલ થઈ જતાં તુફાન ધડાકાભેર ટ્રક સાથે અથડાય પલ્ટી ખાઇ ગઇ

મોડાસા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં સાત લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તુફાનમાં રાજસ્થાનથી 19 શ્રમજીવીઓને બેસાડીને અમદાવાદ તુફાન થઈ રહ્યું હતું ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે.

વિગતો મુજબ રાજસ્થાનથી 19 મુસાફરો ભરીને ગાડી રવિવાર બપોરે ગુજરાત તરફ આવવા નીકળી હતી . દરમિયાન રાજસ્થાનની રતનપુર બોર્ડર પોલીસ ચેકપોસ્ટ પાસે અચાનક તુફાન ટ્રક સાથે ટકરાયા બાદ પલટી મારી જતાં ગમખવાર અકસ્માત થતાં ગાડીમાં મુસાફરી કરી રહેલ મુસાફરો 25 થી 50 ફૂટ જેટલા દૂર ફંગોળાયા હતા . ઘટનાના પગલે રાજસ્થાન પોલીસ તાત્કાલિક રતનપુર બોર્ડર દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી . પોલીસે એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક બીછીવાડા અને શામળાજી સારવાર માટે ખસેડ્યા હતા જોકે બે મુસાફરોને વધુ ગંભીર ઇજાઓના કારણે તેમને હિંમતનગરમાં ખસેડાયા હતા . ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે 7મુસાફરોના મોત થયા હતા.તમામ મૃતકો રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું હતું. મોટાભાગના મૃતક શ્રમજીવી યુવાનો મજૂરી અર્થે ગુજરાત તરફ આવી રહ્યા હતા . આ અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા સાજનપુરા વરદાના રહીશ ધનપાલ ગટુલાલ ડોડીયાર ,લાંબા પારડાના રહીશ હેમંત નાથુ, મહુડી ચૌકીના રહીશ મુકેશ મોહન રોત, હિરાતાના રહીશ રાકેશ શંકરલાલ રોતની લાશની ઓળખાણ થઇ ગઇ છે.જ્યારે અન્ય મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા મજૂરોમાં બાંસીયાની રહેવાસી આશા જીવા કોટેડ , ચુંડાવાડાના રહીશ પંકજ ખેમા પરમાર ,હિરાતાના રહીશ રાહુલ કાના કટારા ,મહુડીના રહીશ જીવા જસુ ,હિરાતાના રહીશ રાજુ ધુલા શંકર ,શંકર લાલજી , સાગવાડના રહીશ સુભાષ ભરત કટારા અને ખડગદાના રહીશ ઇશ્વર શંકર રોતને ઈજા પોહચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માતને પગલે ડુંગરપુર જિલ્લા કલેકટર અને પોલીસવડા ડુંગરપુર ખાતેની હોસ્પિટલે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને સઘન સારવાર પૂરી પડાય તેવા આદેશો કરાયા હતા.જયારે શામળાજી ખાતેની હોસ્પિટલમાં દાખલ કરાયેલા 3 ઈજાગ્રસ્તો પૈકી એકનું મોત નીપજયું હતું.જયારે અન્ય બે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રીફર કરાયા હતા.અકસ્માતને પગલે અરવલ્લી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી મદદ પૂરી પાડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.