Abtak Media Google News

ભાઇ… ભાઇ… !

મોદીને ૨૦૨૨ સુધીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરાવાના શપથ લેવા માટે એવોર્ડ અપાયો

સંયુકત રાષ્ટ્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમ્યુનઅલ મેક્રોને સૌથી મોટા પર્યાવરણ સન્માન ‘ચેમ્પિયન ઓફ ધ અર્થ’થી નવાજવામાં આવ્યા છે. પીએમ મોદીને આ સન્માન પોલીસી લીડર શિપ કેટેગરીમાં મળ્યું છે. પીએમ. મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોને આ સન્માન ઇન્ટર નેશનલ સોલર અલાયસ અને પર્યાવરણ મોર્ચા અંતર્ગત કેટલાક મહત્વપૂર્ણ કાર્ય માટે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પાંચ અન્ય વ્યકિતઓ અને સંગઠનોને પણ આ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

આ અંગે વાત કરતાં યુએને કહ્યું ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પર્યાવરણ માટે વિશ્વક સમજુતિઓ કરવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ર૦૨૨ સુધી પ્લાસ્ટીકનો ઉપયોગ સદંતર બંધ કરાવવાની શપથ લેવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ચેમ્પિયન ઓફ અર્થ’એવોર્ડ એટલા માટે મળ્યો છે કે તેઓએ સરકારી ક્ષેત્રોમાં સીવીલ સોસાયટી અને પ્રાઇવેટ સેકટર પર્યાવરણ અંગે પગલા લીધા અને તેની યોગ્ય અસર પણ થઇ.

ઉલ્લેખનીય છે કે કુલ ૮૪ લોકો અને કંપનીઓ દ્વારા ગ્રાસ‚ટ લેવલથી આ કામગીરી કરી રહી છે. આ પોલીસીમાં સાયન્સ, બિઝનેસ અને સામાન્ય  નાગરીક કાર્યરત હોય છે. યુએન દ્વારા ૧૩ વર્ષથી આ એવોર્ડ આપવામાં આવે છે.

આ ઉપરાંત આ એવોર્ડથી ૨૦૧૬માં વિશ્વના દરિયા કિનારાને સાફ કરવા બદલ આફરોઝ શાહને નવાજવામાં આવ્યા હતા. આ સાથે જ ૨૦૧૬ ના રવાનંદ પ્રેસિડેન્ટ પોલ કાગમીને ૨૦૦૭ માં યુએન વાઇસ પ્રેસિડેન્ટ અલગ ગોરે ૨૦૧૪માં ઓશિયન કિલનઅપ સીઇઓ બોયન સ્લેટને આ એવોર્ડથી સન્માનીત કરાયા હતા.

મહત્વનું છે કે યુએન દ્વારા ૨૦૧૮ ના ચેમ્પિયન ઓય અર્થ એવોર્ડમાં જહોન કારગેલી, બિયોન્ડમીટને પણ અન્ય કેટેગરીના એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.