Abtak Media Google News

સ્વતંત્રતા દિવસ દેશના દરેક વિસ્તારમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસની પરંપરા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો છે. વડાપ્રધાને લાલ કિલ્લા પરથી મેેરે પ્યારે દેશ વાસીઓથી…ભાષણની શરૂઆત કરી હતી. વડાપ્રધાને લાલ કિલ્લા પરથી આયુષ્માન યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ભારત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ આયુષ્માન ભારતની યોજનાથી કરોડો પરિવારને લાભ મળશે.

લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધીત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશ આજે નવી ઉંચાઈએ પહોંચી રહ્યું છે. આજનો સૂર્યોદય નવો ઉત્સાહ લઈને આવ્યો છે. આપણાં દેશમાં દર 12 વર્ષે એક વાર નીકલુરિંદ પુષ્પ ઉગે છે. આ વખતે આ ફૂલ ત્રિરંગાના અશોક ચક્રની જેમ ખીલ્યું છે.

વડાપ્રધાન કહ્યું “આજે દેશના ઘણાં રાજ્યોની દીકરીઓ સાત દરિયાઓ પાર કરીને દરેક જગ્યાએ ત્રિરંગાને લહેરાવ્યો છે. આજે આપણે આઝાદીનો પર્વ ત્યારે મનાવી રહ્યા છીએ જ્યારે આદિવાસી બાળકોએ એવરેસ્ટ પર ત્રિરંગો લહેરાવ્યો છે.પીએમએ દક્ષિણના કવિ સુબ્રમણ્યમ ભારતીની અમુક પંક્તિઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તે ભારતને નવો રસ્તો બતાવશે. પીએમએ કહ્યું, અમે ઈચ્છીએ છીએકે દુનિયામાં ભારતની સાખ અને ધાક હોય”.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.