Abtak Media Google News

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાને આજે વડાપ્રધાન  ના હસ્તે રાષ્ટ્રને સમર્પિત કરી હતી. 100થી વધારે ભૂદેવો હાજર રહી શાસ્ત્રોક્ત વિધિથી નરેન્દ્ર મોદી  પૂજન અને મહાઆરતી કરી હતી. વિધિ કરીને મોદીએ નર્મદા ડેમને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ પ્રંસગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીજળસંશાધન મંત્રી નિતિન ગડકરી સહિતના મહેમાનો હાજર રહ્યા હતાં. વડાપ્રધાન સાધુબેટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું પણ નિરિક્ષણ કરશે.

Advertisement

નર્મદા ડેમની ટાઈમ લાઇન 

1946 : વોટર વે ઇરીગેશન, નેવીગેશન કમિશન દ્વારા બંધ બાંધવા માટે તપાસ શરૂ
1956 : કેવડીયા કોલોની નજીકના ગોરા ગામમાં નર્મદા બંધ બનાવવા પસંદગી
1959 : પ્રથમ સ્ટેજમાં ૧૬૦ ફુટ અને બીજા સ્ટેજમાં ૩૦૦ ફુટ બંધની ઉંચાઇનો ડ્રાફટ બનાવાયો
1961 : તત્કાલિના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્રારા બંધનું ખાતમુહૂર્ત
1968 : કામગીરીમાં વિવાદ થતાં ગુજરાત સરકારે નર્મદા ટ્રીબ્યુનલ રચવાની માંગ કરી
1969 : નર્મદા જળવિવાદ પંચની રચના
1972 : નર્મદાના વિસ્થાપિતોને વળતર ચુકવવા ગુજરાત સરકારને નિર્દેશ કરાયો
1972 : રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે નર્મદા બંધ સામેનો સ્ટે સુપ્રીમે ઉઠાવી લીધો
1987 : સરદાર સરોવર ડેમ નર્મદા બંધ બનાવવાની કામગીરી શરૂ થઇ
1994 : મેઘા પાટકરએ પુન:વસન અને પર્યાવરણ મુદ્દે ડેમ સામે વાંધો લીધો
1999 : નર્મદા ડેમની ઉંચાઇ 85 મીટરે પહોંચી
2000 : ડેમની ઉંચાઇ ૯૦ મીટરે પહોંચી
2002 : નર્મદાનું પાણી પ્રથમ વાર કેનાલ મારફતે સૌરાષ્ટ્રની બ્રાંચ કેનાલમાં છોડ્યાં
2002 : ડેમની ઉંચાઇ95 મીટરે પહોંચી
2002 : નર્મદા વિવાદનો અંત લાવવા સુપ્રીમ કોર્ટે રાજયોને આદેશ આપ્યો
2003 : ડેમની ઉંચાઇ 100 મીટરે પહોંચી
2004 : ડેમની ઉંચાઇ 110.64 મીટરે પહોંચી
2004 : બંધના પાવર જનરેશનની શરૂઆત
2006 : ડેમની ઉંચાઇ 121.92 મીટરે પહોંચી
2008 : મુખ્ય નહેરના માધ્યમથી રાજ્સ્થાન પાણી પહોંચ્યું
2013 : સતત 81 દીવસ સુધી ડેમ ઓવરફલો
2014 : નર્મદા કંટ્રોલ ઓથોરીટી ડેમને 138.68 મીટરની મંજૂરી આપી
2016 : ડેમનું સીમેન્ટ કોંક્રીટનુ કામકાજ પૂર્ણ
2017 : નર્મદા એમ ઉપર 30 જેટલા દરવાજા મુકવાનું કમકાજ પૂર્ણ થયું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.