Abtak Media Google News

લેટેસ્ટ એપ્રુવલ રેટિંગ સર્વેના લિસ્ટમાં પીએમ મોદી 76% રેટિંગ સાથે ટોચ ઉપર, અમેરિકી રાષ્ટ્રપતિ છેક 7માં ક્રમે, કેનેડાના વડાપ્રધાન 10માં ક્રમે

અબતક, નવી દિલ્હી: વૈશ્વિક નેતાઓની લેટેસ્ટ એપ્રુવલ રેટિંગ લિસ્ટમાં પીએમ મોદી ટોપ પર છે.  આ વખતે તેને 76% એપ્રુવલ રેટિંગ મળ્યું છે.  મોદી પછી સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ 64% એપ્રુવલ રેટિંગ સાથે બીજા ક્રમે અને મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ત્રીજા સ્થાને છે.  ડિસિઝન ઈન્ટેલિજન્સ કંપની મોર્નિંગ ક્ધસલ્ટે આ યાદી બહાર પાડી છે.અગાઉ જૂન 2023 માં, વૈશ્વિક નેતાઓની મંજૂરી રેટિંગ સૂચિ બહાર પાડવામાં આવી હતી.  તેમાં પણ પીએમ મોદી ટોપ પર હતા, પરંતુ અગાઉની યાદીની સરખામણીએ તેમની રેટિંગમાં 2%નો ઘટાડો થયો છે.  છેલ્લી વખતે તેને 78% એપ્રુવલ રેટિંગ મળ્યું હતું.  અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાતમા સ્થાને હતા.  જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 12મા સ્થાને હતા.

ડિસિઝન ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ ક્ધસલ્ટે 14 સપ્ટેમ્બરે ’ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ ટ્રેકર’ બહાર પાડ્યું છે.  આ મંજૂરી રેટિંગ 6 થી 12 સપ્ટેમ્બર વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે આપવામાં આવી છે.  જેમાં અનેક દેશોના લોકો સાથે વાત કરીને વૈશ્વિક નેતાઓ વિશે તેમના અભિપ્રાય જાણવા મળ્યા હતા.  આ યાદીમાં 22 દેશોના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી મોટાભાગના જી 20ના સભ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.