Abtak Media Google News

ચૂંટણી પંચના વડા તેમજ કમિશનરની નિમણુંક અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિયુક્ત કેવી રીતે થાય તેના પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઈ ચીફની જેમ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં કહ્યું કે એક કમિટી બને જેમાં પ્રધાનમંત્રી, લોકસભામાં વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સામેલ હોય. આ કમિટી એક નામની ભલામણ રાષ્ટ્રપતિને કરે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક થાય. કોર્ટે એ પણ કહ્યું કે જો કમિટીમાં લોકસભામાં વિપક્ષના નેતા નથી તો સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતાનો તેમાં સમાવેશ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય તે અરજીઓ પણ સંભળાવ્યો જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિયુક્તિ માટે કોલેજિયમ જેવી સિસ્ટમ બનાવવાની માંગણી કરવામાં આવી હતી. આ નિર્ણય જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોસ, જસ્ટિસ ઋષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આપ્યો છે. બેન્ચે આ મામલામાં ગત વર્ષે 24 નવેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

કોલેજીયમ જેવી કમિટી ચૂંટણી પંચના અધિકારીઓની કરશે નિયુક્તિ

મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિયુક્તિ માટે કોલેજિયમ જેવી સિસ્ટમ બનાવવાની માંગણી કરવામાં આવી હતી. આ નિર્ણય જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોસ, જસ્ટિસ ઋષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આપ્યો છે. બેન્ચે આ મામલામાં ગત વર્ષે 24 નવેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

હાલ સુધી કેવી રીતે થાય છે સીઇસી અને ઇસીની નિમણૂંક?

એટોર્ની જનરલ આર વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે વર્તમાન સિસ્ટમ લાંબા સમયથી કામ કરી છે. ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરની નિયુક્તિ માટે સચિવ સ્તરના સર્વિંગ અને નિવૃત્ત અધિકારીઓનું લિસ્ટ તૈયાર થાય છે. આ નામોની એક પેનલ બને છે જેને પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. આ પેનલમાંથી પ્રધાનમંત્રી કોઇ એક નામની ભલામણ કરે છે. જે પછી રાષ્ટ્રપતિની મંજૂરી લેવામાં આવે છે.આ જ રીતે ચૂંટણી કમિશનર આગળ ચાલીને મુખ્ય ચૂંટણી કમિશનર બને છે. જો મુખ્ય ચૂંટણી કમિશનર નિવૃત્ત થઇ રહ્યા છે તો બે ચૂંટણી કમિશનરમાંથી જોવામાં આવશે કે બન્નેમાંથી વરિષ્ઠ કોણ છે. બન્નેમાંથી જે વરિષ્ઠ હશે તેને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂંક કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.