Abtak Media Google News

અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદીએ 2014, 2015, 2017, 2020 અને હવે સત્તત પાંચમી વાર સ્થાન મેળવ્યું

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના ઈઊઘ અદાર પૂનાવાલાનું નામ સામેલ

ટાઈમ મેગેઝિન દ્વારા દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના ઈઊઘ અદાર પૂનાવાલાનું નામ સામેલ છે.

બુધવારે ટાઈમ મેગેઝિન દ્વારા 2021નાં 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓનાં લિસ્ટમાં અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેન, ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ, ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ, ડ્યૂક અને ડચેસ પ્રિન્સ હેરી અને મેગન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તાલિબાનનાં સહ સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદરનું નામ પણ સામેલ છે.

ટાઈમ મેગેઝિનમાં પીએમ નરેન્દ્ર મોદી વિશે કહેવામાં આવ્યું છે કે, આઝાદીનાં 74 વર્ષના ઈતિહાસમાં ભારતમાં 3 અગત્યનાં નેતાઓ છે, જેમાં જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીનું સ્થાન આપવામાં આવ્યું છે. અને નહેરુ અને ઈન્દિરા ગાંધી બાદ પીએમ મોદી ત્રીજા એવાં નેતા છે કે જે જેઓ દેશનાં રાજકારણને હાવી છે.

નરેન્દ્ર મોદીની પ્રોફાઈલ લખનાર સીએનએન પત્રકાર ફરીદ ઝાકરિયાએ આરોપ પણ લગાવ્યો કે, નરેન્દ્ર મોદી દેશને બિનસાંપ્રદાયિકમાંથી હિન્દુ રાષ્ટ્રવાદ તરફ લઈ ગયા છે. આ ઉપરાંત આગળ લખ્યું કે, 69 વર્ષીય પીએમ મોદીએ ભારતની મુસ્લિમ અલ્પસંખ્યકોના અધિકારોનો નાશ કર્યો છે અને પત્રકારોને જેલમાં પણ મોકલ્યા છે.

મમતા બેનર્જી વિશે લખતાં કહેવામાં આવ્યું છે કે, તે તૃણમૂલ કોંગ્રેસને લીડ કરી રહ્યા નથી, પણ તે પોતે જ પાર્ટી છે. સ્ટ્રીટ ફાઈટરની સ્પિરિટ અને પૈતૃક કલ્ચરમાં સેલ્ફ મેડ લાઈફ તેમને જુદા પાડે છે. તો અદાર પૂનાવાલ વિશે લખ્યું છે કે, કોરોના મહામારીની શરૂઆત સાથે 40 વર્ષીય દુનિયાના સૌથી મોટા વેક્સિન ઉત્પાદક સમયની માગ છે. મહામારી પૂરી થઈ નથી, અને તેનો અંત લાવવા માટે પૂનાવાલ મદદ કરી શકે છે.

આ ઉપરાંત લિસ્ટમાં ટેનિસ પ્લેયર નાઓમી ઓસાકા, રશિયાના વિરોધ પક્ષના નેતા એલેક્સી નવલિની, મ્યુઝીક આઈકોન બ્રિટની સ્પિઅર્સ, એશિયન પેસિફિક પોલિસી અને પ્લાનિંગ કાઉન્સિલના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મંજુશા પી. કુલકર્ણી, એપ્પલના સીઈઓ ટીમ કૂક, એક્ટર કેટ વિન્સલેટ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનને લીડ કરનાર પ્રથમ આફ્રિકન અને પ્રથમ મહિલા નગોઝી ઓકોંજો-ઈવેલાનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.