Abtak Media Google News

ભારતની નિકાસને આગામી 5 વર્ષમાં 165 લાખ કરોડને પાર પહોંચાડવાનો લક્ષ્ય!!

નવી વિદેશ નીતિમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ, આયાત અવેજી, વૈશ્વિક  માર્કેટિંગ, પ્રોડકટનું ક્ષેત્રીય પ્રમોશન અને  રાજ્યોની ભાગીદારીના મુખ્ય મુદ્દાઓ સામેલ કરી નિકાસમાં નવા રેકોર્ડ સર્જવા સરકારની નેમ

મોદી સરકાર અત્યારે અર્થતંત્રને મજબૂતાઈ અને આતંકવાદ સામે સુરક્ષા આ બે મુદ્દે ઊંધમાથે થઈને કામ કરી રહી છે. તેવામાં ભારતની નિકાસને આગામી 5 વર્ષમાં 165 લાખ કરોડને પાર પહોંચાડવાના લક્ષ્ય સાથે આ મહિનાના અંતમાં વિદેશ વેપાર નીતિ ઘડવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

આ વર્ષે નિકાસ ઓછામાં ઓછી 60 લાખ કરોડ બિલિયન રહેવાનો અંદાજ છે.  જેમાં 15% વૃદ્ધિ દરની જરૂર છે.  આ વર્ષે, ભારતની નિકાસ ઓછામાં ઓછી 12% વધવાની ધારણા છે. વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે બુધવારે જણાવ્યું હતું કે સરકાર આ નાણાકીય વર્ષના અંત સુધીમાં વિદેશ વ્યાપાર નીતિ જાહેર કરશે.  જેમાં દેશના વેપારને વેગ આપવા માટે પાંચ વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હશે.

એક્સ્ટેંશન પછી હાલની વિદેશ વ્યાપાર નીતિ 31 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થશે.  ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે પ્રતિકૂળ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિને કારણે વર્તમાન વિદેશ વ્યાપાર નીતિને છ મહિના લંબાવી હતી. વિદેશ વ્યાપાર નીતિ જે નિકાસમાં વધારો કરવા, આર્થિક વૃદ્ધિને આગળ વધારવા અને રોજગારી પેદા કરવા માટેની માર્ગદર્શિકા પ્રદાન કરે છે, તે અગાઉ કોરોનાના કારણે 31 માર્ચ, 2020 ના રોજ એક વર્ષ માટે લંબાવવામાં આવી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, નિકાસમાં 2 ટ્રિલિયન ડોલરની વસ્તુઓ અને સેવાઓનો સમાન હિસ્સો હશે.  નવી નીતિનું ફોકસ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ, આયાત અવેજી, આયાત વૈવિધ્યકરણ, ભારતીય મિશન દ્વારા માર્કેટિંગ, સંબંધિત મંત્રાલયો દ્વારા ક્ષેત્રીય પ્રમોશન અને નિકાસ પ્રોત્સાહનમાં રાજ્યોની સામેલગીરી દ્વારા વેપાર પ્રમોશન પર છે.

“2030 સુધીમાં 2 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય તેવું છે.  ચોક્કસપણે, વૈશ્વિક વિરોધ ઉભો છે અને પરિસ્થિતિ બહુ સાનુકૂળ નથી, પરંતુ ભારત પાસે કેટલાક ફાયદા છે જેનો તે લાભ લઈ શકે છે, ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટર જનરલ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અજય સહાયે જણાવ્યું હતું.

અર્થતંત્રને રાહત : વેપાર ખાધ ઘટીને 1.44 લાખ કરોડે પહોંચી

ફેબ્રુઆરીમાં નિકાસમાં 8.80 ટકાનો ઘટાડો, સામે આયાતમાં પણ 8.2ક ટકાનો ઘટાડો થયો

વૈશ્વિક માંગમાં મંદીને કારણે ફેબ્રુઆરીમાં દેશની નિકાસ 8.8 ટકા ઘટીને 2.64 લાખ કરોડ થઈ હતી.  ગયા વર્ષે સમાન મહિનામાં તે 3 લાખ કરોડ હતી.  ફેબ્રુઆરીમાં દેશની વેપાર ખાધ ઘટીને 1.44 લાખ કરોડ થઈ ગઈ છે.  વાણિજ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરાયેલા આંકડા પરથી આ માહિતી મળી છે.

દેશની નિકાસ સતત ત્રીજા મહિને ઘટી છે.  ફેબ્રુઆરીમાં આયાત પણ 8.21 ટકા ઘટીને 4.10 લાખ કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન મહિનામાં 4.50 લાખ કરોડ હતી.  ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન દેશની કુલ મર્ચેન્ડાઈઝ નિકાસ 7.5 ટકા વધીને 405.94 બિલિયન ડોલર થઈ છે.  આ સમયગાળા દરમિયાન આયાત 18.82 ટકા વધીને 653.47 બિલિયન ડોલર થઈ છે.

ડિસેમ્બર 2022માં દેશની નિકાસ વાર્ષિક ધોરણે 6.58 ટકા ઘટીને 32.91 બિલિયન ડોલર થઈ હતી.  ફેબ્રુઆરી 2022માં વેપાર ખાધ 18.75 બિલિયન ડોલર હતી.  જાન્યુઆરી 2022માં વેપાર ખાધ 17.42 બિલિયન ડોલરને સ્પર્શી ગઈ હતી.  વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીના વલણોને જોતાં, 2022-23માં ભારતની માલસામાન અને સેવાઓની નિકાસ 750 બિલિયન ડોલરને વટાવી જશે.

“અમે પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓ છતાં ગતિ જાળવી રાખી છે,” બર્થવાલે અહીં પત્રકારોને જણાવ્યું હતું.  નિકાસકારોએ મોમેન્ટમ જાળવી રાખ્યું છે.  સેવા નિકાસનું પ્રદર્શન ઘણું સારું છે.  વાસ્તવમાં વેપાર ખાધ ઘટી છે.  આશા છે કે અમે વધુ સારું કરીશું.  તેમણે કહ્યું કે મંત્રાલયે આગામી નાણાકીય વર્ષ માટે લક્ષ્ય નિર્ધારિત કરવાની કવાયત શરૂ કરી દીધી છે.

વર્તમાન નાણાકીય વર્ષના 11 મહિના દરમિયાન નિકાસની દ્રષ્ટિએ નકારાત્મક વૃદ્ધિ નોંધાવનાર ક્ષેત્રોમાં એન્જિનિયરિંગ ગુડ્સ, જેમ્સ અને જ્વેલરી, કોટન યાર્ન/ફેબ્રિક્સ અને પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે.  એપ્રિલ-ફેબ્રુઆરી 2022-23 દરમિયાન એન્જિનિયરિંગની નિકાસ ઘટીને 98.86 બિલિયન ડોલર થઈ હતી જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 101.15 બિલિયન ડોલર હતી.  એપ્રિલ-ફેબ્રુઆરી 2022-23 દરમિયાન જેમ્સ અને જ્વેલરીની નિકાસ ઘટીને 35.21 બિલિયન ડોલર થઈ હતી જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 35.32 બિલિયન ડોલર હતી.

સકારાત્મક વૃદ્ધિ દર્શાવતા ક્ષેત્રોમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, રસાયણો, દવાઓ, ઈલેક્ટ્રોનિક સામાન, ચોખા અને તૈયાર વસ્ત્રોનો સમાવેશ થાય છે.  ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન સોનાની આયાત ઘટીને 31.72 બિલિયન ડોલર થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 45.12 બિલિયન ડોલર હતી. ચાલુ નાણાકીય વર્ષના 11 મહિનામાં ક્રૂડ ઓઈલની આયાત વધીને 193.47 બિલિયન ડોલર થઈ હતી, જે 2021માં સૌથી વધુ છે.

ક્રૂડના કારણે છેલ્લા 11 મહિનામાં રશિયાથી થતી આયાતમાં 5 ગણો વધારો!

ક્રૂડની આવકમાં વધારાને કારણે વર્તમાન નાણાકીય વર્ષ 2022-23માં 11 મહિનામાં એટલે કે એપ્રિલ-ફેબ્રુઆરી સમયગાળા દરમિયાન રશિયાથી ભારતની આયાત લગભગ પાંચ ગણી વધીને 3.30 લાખ કરોડ થઈ ગઈ છે. ગયા નાણાકીય વર્ષ 2021-22માં રશિયા ભારતનો 18મો સૌથી મોટો આયાત ભાગીદાર હતો. આ સમયગાળા દરમિયાન આયાત 80 હજાર કરોડ હતી. ભારતની કુલ તેલની આયાતમાંથી માત્ર 0.2 ટકા જ રશિયાથી આવી હતી.  રશિયાએ જાન્યુઆરીમાં આયાત કરાયેલા કુલ તેલના 28 ટકાનો પુરવઠો પૂરો પાડ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 11 મહિનામાં

રશિયા ભારતનો ચોથો સૌથી મોટો આયાત સ્ત્રોત બની ગયો છે.ઊર્જા સપ્લાય ટ્રેકર વોર્ટેક્સા અનુસાર, રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થયો તે પહેલા ભારતની ક્રૂડની આયાતમાં રશિયાનો હિસ્સો એક ટકા હતો.  તે જાન્યુઆરી વધીને 1.27 મિલિયન બેરલ પ્રતિ દિવસ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.