Abtak Media Google News

સમગ્ર બોર્ડ ટોપ ટેનમાં ૫ વિદ્યાર્થીઓ, એ-વન ગ્રેડ મેળવતા ૭ વિદ્યાર્થીઓ

શિક્ષણ જગતમાં બોર્ડના પરિણામોમાં મોદી સ્કૂલસે ગુણવથનજી ‘હેટ્રીક’ મારી છે. ધો.૧૦, ધો.૧૨ સાયન્સ અને ધો.૧૨ કોમર્સ એમ ત્રણેયમાં મોદી સ્કૂલે ઝળહળતુ પરિણામ મેળવ્યું છે. એ-વન ગ્રેડમાં ૭ વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર બોર્ડ ટોપ ટેનમાં ૫ વિદ્યાર્થીઓએ શાળા-પરિવારનું નામ રોશન કર્યુ છે. મોદી સ્કૂલનાં સ્થાપક ડો. આર.પી.મોદી પોતે શિક્ષણની ગુણવત્તા સાથે બાંધછોડમાં માનતા નથી. તે શોર્ટકટમાં માનતા નથી. સખત પરિશ્રમમાં માને છે. જેના ફળ સ્વ‚પેઆસ્કૂલનાંતમામશિક્ષકમો, અધ્યાપકો અને પ્રિન્સીપાલઓ પણ આ જ પથ પર ચાલે છે અને એટલે જ આ સ્કૂલ સમગ્ર ગુજરાતની સ્કૂલોને નમુના‚ રૂપ શિક્ષણ પુરુ પાડી રહી છે. મોદીસરની વિચારધારા મુજબ આ સ્કૂલમાં ધો.૧૧-૧૨નાં બધા વિષયો, ચેપ્ટર અને ટોપીક તલસ્પર્શી રીતે અભ્યાસ કરવાય છે. એકપણ ચેપ્ટર કે ટોપીકને છોડવામાં આવતો નથી. જેથી વિદ્યાર્થીઓ ધો.૧૨ પછીની બધી પરીક્ષાઓ તથા કોર્ષમાં ખૂબ જ સરળતાથી સફળતા મેળવે છે.

Advertisement

બોર્ડના પરિણામોમાં મુખ્ય ગણાતા પરિણામો એટલે કે ધો.૧૦, ધો.૧૨ સાયન્સ અને કોમર્સના પરિણામો-સતત સર્વોચ્ચ સ્થાને રહેનાર મોદી સ્કૂલે આ પરંપરા આ વર્ષે પણ જાળવી રાખેલ છે. ત્રણે પરિણામોમાં બોર્ડ પ્રથમ વિદ્યાર્થીઓ આ શાળાના રહ્યા છે. આ સાથે ઉંચાઇની તમામ ગિરિમાળાઓ પણ આ શાળાના વિદ્યાર્થીઓએ સર કરી. ધો.૧૦ એસએસસીના પરિણામો સમાજને સૌથી વધુ આકર્ષિત કરનાર હોય તેમાં આ શાળાના ચાર ચાર વિદ્યાર્થીઓ વસોયા ન્યાશા, કણઝારીયા હર્ષાગી, વિષ્ણુ ઓમ, ઝાલા દર્શન બોર્ડ પ્રથમ સ્થાને ૯૯.૯૯ પીઆર મેળવેલ છે. બોર્ડ ટોપ ૧૦માં ૩૦ વિદ્યાર્થીઓ સાથે એ૧ ગ્રેડ મેળવનાર ૫૫ વિદ્યાર્થીઓ છે. ધો.૧૦ની પરીક્ષામાં સમગ્ર બોર્ડમાં ૨૦ વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ આવેલ છેે તેમાં ૨ વિદ્યાર્થીઓ મોદી સ્કૂલનાં છે. વિજ્ઞાન વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ ૩ વિદ્યાર્થીઓ, સંસ્કૃત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ ૫ વિદ્યાર્થીઓ, ગુજરાતી (એસએલ) વિષયમાં ૧૦૦માંથી ૯૮ માર્કસ ૧ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલ છે. તે જ રીતે માર્ચ ૨૦૨૦ની ધો.૧૨ સાયન્સના પરિણામોમાં ૯૯.૯૯ પીઆર સાથે ૨ વિદ્યાથીઓ, બોર્ડ ટોપટેનમાં ૪ વિદ્યાર્થીઓ ૯૯ પીઆર કે તેથી વધુ ૩૩ વિદ્યાર્થીઓ તથા ૯૦ પીઆર કે તેથી વધુ ૨૫૨ વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં મોદી સ્કૂલનું ગૌરવ વધારેલ છે.

માર્ચ ૨૦૨૦ની ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામોનાં વિદ્યાર્થીઓ ૯૯.૯૮ પીઆર સાથે કોઠારી હેત્વી બોર્ડ દ્વિતીય ૦૧, ૯૯,૯૭ પીઆર સાથે ઝાલા અભયસિંહ બોર્ડ તૃતીયમાં ૦૧, ૯૯.૯૧ પીઆર સાથે ટિલાળા સાથે સરધારા નંદની બોર્ડ ચતુર્થમાં ૦૧, ૯૯.૯૫ પીઆર સાથે સાંગાણી માર્શ બોર્ડ પાંચમાં ૧,૯૯,૯૧ પીઆર સાથે ટિલાળા તૃષ્ટિ બોર્ડ નવમાં ૦૧ વિદ્યાર્થીઓએ બોર્ડ ટોપ-ટેનમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. બોર્ડ ટોપ ૧૦માં ૫ વિદ્યાર્થીઓ સાથે એ૧ ગ્રેડ મેળવનાર ૭ વિદ્યાર્થીઓ છે. વિષય પ્રથમમાં ૧૦૦માંથ ૧૦૦ માર્કસ મેળવનાર કુલ ૩ વિદ્યાર્થીઓ નામાનાં મૂળતત્વો (એકાઉન્ટ)માં અવાસિયા પ્રાર્થના, સાંગાણી માર્શ, ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવેલ તેમજ વાણિજય વ્યવસ્થામાં ઢોલરીયા જયએ ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવ્યા છે.

૯૯.૯૮ પીઆર મેળવતા કોઠારી હેત્વી જણાવે છે કે કારકીર્દી માટે ધો.૧૨ ખૂબ જ મહત્વનું પગલું ગણાય છે. મારા જીવનમાં એ પગલાંને ખૂબ જ મહત્વનું અને સફળ બનાવવા માટે હું મોદી સ્કૂલનો ખૂબ જ આભાર માનું છે. વખતો વખત આપવામાં આવતા વિવિધ લીથાને કારણે બધા જ મુશ્કેલ પ્રશ્ર્નો બોર્ડમાં ઉકેલી શકાય છે. મારી સફળતા માટે હું ભગવાનનો, મારા માતા-પિતાનો, તથા મોદી સ્કૂલનો આભાર માનું છું

૯૯.૯૭ પીઆર મેળવતા ઝાલા અભયસિંહ જણાવે છે કે આમ તો ઘણા વર્ષોથી હું મોદી સ્કૂલની સાથે જોડાયેલો છું. મારા અભ્યાસના આ સફર દરમિયાન ખૂબ જ સફળ પરિણામો પ્રાપ્ત થયેલ છે મોદી સ્કૂલના અભ્યાસની આ પદ્ધતિ ખૂબ જ સરસ છે. શાળા દ્વારા જ ખૂબ જ મહેનત કરાવવામાં આવે છે અને લાયબ્રેરીમાં લઇ જઇને વાંચન કરાવતા હોય છે. મારા સફળ પરિણામ પાછળ મારા માતા-પિતા, મોટા ભાઇ, શિક્ષકો તેમજ સ્કૂલનાં ટ્રસ્ટીનો ખૂબ જ મોટો ફાળો છે.

૯૯.૯૬ પીઆર મેળવતા સરધાર નંદીની જણાવે છે કે અહીં શિક્ષકો તથા પ્રિન્સીપાલના માર્ગદર્શનના કારણે સફળતા પ્રાપ્ત કરી શકી છું. વિવિધ સંદર્ભ પુસ્તકો તથા વિષય શિક્ષકોના માર્ગદર્શનથી સોનામાં સુગંધ ભળવા જેવું થયું છે. મોદી સ્કૂલની શિક્ષણ પદ્ધતિ જેવી કે ડે ટુ ડે વર્ક, વિકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ અને પ્રિલિમ્સ પરીક્ષાથી મારું ભવિષ્ય ઉજજવળ બન્યું છે.

૯૯.૯૫ પીઆર મેળવતા સાંગાણી માર્શ જણાવે છે કે હું મોદી સ્કૂલનો આભાર માનું છું કે જેના લીધે હું ધો.૧૨ કોમર્સની બોર્ડ પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવી શકયો છું મોદી સ્કૂલે મને મારી આંતરિક શક્તિઓ ઓળખવામાં અને મારી પ્રતિભાને નિખારવામાં ખૂબ જ મદદ કરી છે. શાળાના શિક્ષકો, સંચાલકો, વ્યવસ્થાપકો અને મોદીસર તરફથી મને સતત સહકાર મળ્યો છે. જયારે પણ મને જરૂર પડી ત્યારે મારા શિક્ષકો મારી સાથે રહ્યા હતા.

૯૯.૯૧ પીઆર મેળવતા ટીલાળા તૃષ્ટિ જણાવે છે કે શાળાની ડે ટુ ડે પધ્ધતિથી વિદ્યાર્થીઓને ખુબ જ ફાયદો થાય છે. ઉપરાંત એક જ અઠવાડિયામાં લેવાતી બે પરીક્ષાથી ખૂબ જ ફાયદો થાય છે. યોગ્ય સમયાંતરે સ્કૂલ દ્વારા વિવિધ વિષયનાં અયત્યના પ્રશ્ર્નોનાં લીથા આપવામાં આવે છે. મોદી સ્કૂલે મારી કારકીર્દિ માટે ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.