Abtak Media Google News

ત્રણ રાજયોમાં ભાજપ સામે જનાક્રોશના કારણે વિકલ્પ તરીકે કોંગ્રેસનો વિજય થયો છે કોંગ્રેસ પ્રત્યેની ચાહનાના કારણે મતદારોએ કોંગ્રેસને મત નથી આપ્યા: પ્રશાંત કિશોર

આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના બે દાવેદારો વચ્ચે સીધો જંગ થવાની સંભાવના છે. ત્યારે, આ બંને નેતાઓની ખાસિયતો અને નબળાઈઓ પર રાજકીય વિશ્ર્લેષકોએ અભ્યાસ કરવાની શરૂઆત કરી દીધી છે. દેશના લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખાસીયત તેઓ સારા સાંભળનારાની છે.જયારે તેમના મુખ્ય હરીફ એવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલગાંધીની નબળાઈ તેઓ કોઈપણ નિર્ણયે લેવામાં સમય વધુ માંગે છે.

ભાજપ અને કોંગ્રેસ બંને સાથે કામ કરી ચૂકેલા જાણીતા રાજકીય વિશ્ર્લેષક અને હવે જનતાદળ-યુના નેતા બની ચૂકેલા પ્રશાંત કિશોરે ગઈકાલેક ટવીટર ટાઉનહોલમાં એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું હતુ કે ‘વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તેમની મોટી તાકાત એ છે કે તેઓ સારા શ્રોતા છે. આ અંગે બહુ ઓછા લોકો જાણે છે પરંતુ, તેમને વધુ ઉદાર થવાની જરૂર છે.

વડાપ્રધાન મોદીની આ વિશેષતા તેમના વ્યકિતત્વમાંથી આવી છે. તેઓ દરેક સલાહો, રજૂઆતોને યોગ્ય રીતે સાંભળે છે. અને તેઓ તુરંત આ અંગેનું પૃથ્થકરણ કરીને તે અંગે તુરંત નિર્ણય લે છે. તેમ જણાવીને કિશોરે વડાપ્રધાન મોદીની નબળાઈઓ અંગે ઉમેર્યું હતુ કે તેઓએ ઉદાર થવાની જરૂર છે. મારી સલાહ મુજબ તેમને સર્વસ્વીકૃત થવા માટે વધુ ઉદાર થવાની જરૂર છે. બીજા રાજકીય વિશ્ર્લેષકોના મત મુજબ વડાપ્રધાન મોદી અંગે તેના સાથી પક્ષોના નેતાઓની પણ ફરિયાદ રહે છે કે તેઓ તેમના સાથી પક્ષોએ સતામાં ભાગીદારી આપવામાં કંજુસાઈ દાખવે છે.

ઉપરાંત, તેમનાથી નારાજ ભાજપના અમુક નેતાઓ પણ સરકારના મહત્વના નિર્ણયો લેવાની સતા મોદી પોતાની પાસે રાખે છે. જેના કારણે, અનેક મહત્વના નિર્ણયો, લેવામાં સમય લાગે છે મોદી પાર્ટીમાં પોતાનો હરિફ ઉભો ન થાય તે માટે ખાસ કાળજી રાખતા હોવાનું પણ અમુક રાજકીય નિષ્ણાંતો આક્ષેપ કરી રહ્યા છે. જેથી, પ્રશાંત કિશોરના આ વિશ્ર્લેષણને બળ મળી રહ્યું છે.

જયારે, આગામી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના વડાપ્રધાન પદના મુખ્ય ઉમેદવાર રાહુલ ગાંધીની મોટી નબળાઈ તેઓને વધુ સમય જાઈએ છે તેઓ રાજકીય રીતે પરિપકવ ન હોય અનેક મુદાઓ સમસ્યાઓ અંગે તુરંત નિર્ણય લઈ શકતા નથી. જેથી તેઓ પોતાના ભાષણોમાં પણ લોચા મારતા રહે છે. કારણ કે તેઓને આ મુદાનું વિશેષ જ્ઞાન હોતુ નથી.

રાહુલની ખાસીયત અંગે જણાવતા પ્રશાંત કિશોરે જણાવ્યું હતુ કે તાજેતરમાં ત્રણ રાજયોમાં મળેલા વિજયે તેમના આત્મવિશ્ર્વાસમાં વધારો કર્યો છે. મને ખાતરી છે કે રાહુલ તેમની વ્યૂહરચના અને પોતે જે વિચારે છે તેના પર વધારે આત્મવિશ્ર્વાસ દાખવતા થઈ ગયા છે. જો તમે સફળ થાવ તો તમે આત્મવિશ્ર્વાસ પામી શકો છો જો તમે નિષ્ફળ થાવ તો તમારો આત્મ વિશ્ર્વાસ ડગમગી જાય છે.

દેશના સૌથી જુના પક્ષ કોંગ્રેસ પક્ષની સરખામણી જૂના ઘર સાથે કરીને પ્રશાંતે તેને નવા ફલેટ સામે તેમાં ગુંગળામણ, સંભાળ રાખવી મુશ્કેલ અને હવાઉજાસ ઓછા મળી રહ્યાનું જણાવ્યું હતુ હિન્દીપટ્ટાના ત્રણ રાજયોમાં કોંગ્રેસના વિજય અંગે કિશોરે જણાવ્યુંહતુ કે અહી ભાજપ સામેના વિરોધના કારણે વિકલ્પ તરીકે કોંગ્રેસનો વિજય થયો છે. જો મતદારો પાસે અન્ય વિકલ્પ હોત તો તેનો વિજયી બનાવ્યા હોત કોંગ્રેસમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યાનો ઈન્કાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.