Abtak Media Google News

આજે રાષ્ટભાષા દિવસ અંગ્રેજી,ચીની બાદ સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી

આજરોજ હિન્દી દિવસ નિમિતે વડાપ્રધાન મોદી હિન્દી ભાષા વિશેની ચિંતા દર્શાવતા કહ્યું હતુ કે ઔપચારીક કાર્યોમાં વધુ જટીલ અને અધરી હિન્દીનો ઉપયોગ કરવાથી લોકો હિન્દી ભાષાથી દૂર થઈ રહ્યા છે. માટે હિન્દીને સરળ બનાવાનો પ્રયાસ કરવો જોઈએ મોટાભાગના સરકારી કામોમાં હિન્દીનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ઔપચારીક ભાષા જટીલ હોવાથી તે મુશ્કેલ બને છે. અને હિન્દીનો ઉપયોગ ભાષા બનશે તેને સૌ કોઈ સમજી શકે.

હિન્દી દેશમા સૌથી વધુ બોલાતી ભાષા છે, ૧૪ સપ્ટેમ્બરે જ હિન્દીને માતૃભાષાનો દરજો આપવામાં આવ્યો હતો. દેશના ૭૭ ટકા લોકો હિન્દી ભાષા બોલે, લખે અને સમજે છે. ડિસેમ્બર ૧૯૪૭મા જયારે ભારત આઝાદ થયું તેના બે વર્ષ પછી ૧૪મી સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે.

ભારતમાં અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ ભલે વધ્યું હોય પણ આજે પણ ભારતમાં હિન્દી સમાચાર પત્રોના વાંચકોની સંખ્યા વધુછે. હિન્દી ભાષાની ખાસીયત છે કે હિન્દીમાં જે શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે તે શબ્દને ઉચ્ચારણની જેમજ લખવામાંઆવે છે. ભારતમાં હિન્દી ભાષી રાજયોની જનસંખ્યા ૪૬ કરોડથી વધુ છે.

ફ્કત ભારતમાં જ નહી વિશ્વભરમાં ૧૪મી સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં અંગ્રેજી અને ચીની ભાષા બાદ હિન્દી સૌથ સૌથી વધુ બોલાતી ભાષા છે. પણ કયાંક લોકલ ભાષાઓ અને અંગ્રેજીના વલણને કારણે રાષ્ટ્રભાષા પણ પ્રભાવ પડયો હતો.

માટે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સરકારી શાળા, કોલેજો રેલવેમાં હિન્દી પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. માટે લોકોમાં રાષ્ટ્રભાષાનું મહત્વ જળવાય રહે હિન્દી સપ્તાહની ઉજવણી હિન્દી ગીત કવિતાઓ, વાર્તા, દોહા સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો કરીને ઉજવવામાં આવે છે.

કારણ કે સંવિધાને દેવનગરી લિપીમાં લખાયેલ હિન્દી ભાષાને અંગ્રેજોની સાથે રાષ્ટ્ર અધિકારની ભાષાના ‚પમાં સ્વીકારી હતી હિન્દીને ભારતની રાષ્ટ્રભાષા બનાવવા અંગે પણ વિદેશોમાં વિરોધ થયો હતો. ૧૯૧૮માં મહાત્માગાંધીએ હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની વાત કહી હતી જેને ગાંધીજીએ જનમાણસની ભાષા પણ કહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.