Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રમોદીના નેતૃત્વમાં યોજાનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓના આરંભ અને દિશા નિર્દેશનો આલેખ તૈયાર થઈ ચૂકયો હોવાનો સ્પષ્ટ અણસાર ખૂદ વડાપ્રધાનના અભીગમ દ્વારા મળી ચૂકયો છે. આગામી ૨૦૧૯ની ચૂંટણી વડા પ્રધાન મોદી અને શાસક પક્ષ સાંપ્રત વિકાસ અને દેશની આર્થિક ઉન્નતી મુદે લડશે રામ મંદિરનો ઉકેલ અદાલતનાં માધ્યમથી જ લાવી શકાય તેવા વડાપ્રધાનના મંતવ્ય સાથે એ સ્પષ્ટ થયું છે કે ભાજપ ૨૦૧૯નું લોકતાંત્રીક જંગ વિકાસ મુદે લડશે. વડાપ્રધાન દ્વારા સમગ્ર સરકારને દેશના આર્થિક ઉત્કર્ષના અને દેશના આર્થિક વિકાસના કામોમાં ઝડપ લાવવા કાર્યશીલ કરી દેવામાં આવી છે. જીએસટીમાં રાહત આપી સરકારે આર્થિક ઉદારીકરણના અધ્યાયનો પ્રારંભ કર્યો ગણાય, ખેડુતોના આર્થિક વિકાસની સાથે સાથે બજારમાં વધુને વધુ નાણા ઠલવાય અર્થતંત્ર વધુ તરલ અને દરેક વર્ગના હાથ છૂટા રહે તેવા પગલાઓનાં, આંતરરાષ્ટ્રીય ક્રુડ તેલની વધઘટનો લાભ લઈ પેટ્રોલ, ડીઝલના ભાવ નીચે લાવવાથી લઈ રાંધણ ગેસના ભાવોમાં ઘટાડો વિદ્યાર્થીઓ અને યુવા સાહસીકોને સ્ટાર્ટઅપ સાથે સરળતાથી ધીરાણ તથા તબકકાવાર આર્થિક સુધારા અને આમ જનતાને રાહત થાય તેવા પગલા દ્વારા મોદી આગામી ૨૦૧૯ની લોકભાની ચૂંટણી સુધીમાં દેશ ભરના તમામ વર્ગના મતદારોને લાભ આપશે.

Advertisement

આર્થિક ઉદારતાના પગલાઓથી ભાજપ માટે એક કાંકરે અનેક નિશાન જેવા લાભ રહ્યા છે. જેમાં વિપક્ષના મોંઘવારી, બેરોજગારી, ખેડુતોની આર્થિક સંકડામણ જેવા સરકાર સામેના ઉઠાવાતા મુદાઓનો એક ઝાટકે ઉકેલ અપાવી દેશના રાજકારણમા વારંવાર વર્મળ સર્જતા રામ મંદિર જેવા મુદાઓ તરફ આર્થિક લાભ લેનારા મતદારો મત નહી આર્થિક સુધારાઓથી દેશની આર્થિક વૃધ્ધિદરના વેગની આવશ્યકતા પૂરી થશે.

રામમંદિરનો વર્ષો જૂનો મુદો વડાપ્રધાને કોર્ટના આદેશ મુજબ ઉકેલવાનો જે અભીગમ અપનાવાયો છે. તેવા જ સમયે ખૂબ ઉચીત લેખાશે. વળી અયોધ્યામાં ચાલતી કોર્ટ કાર્યવાહીમાં ચૂકાદા આવતા આવતા ચૂંટણી વિતી જવાની હોવાથી રામ મંદિરનો મુદો ચૂંટણીમાં મુખ્ય મુદો ન બનાવી ૨૦૧૯ની ચૂંટણી વિકાસ, વિકાસ અને એક માત્ર વિકાસના અભિગમ સાથે લડવાના વડાપ્રધાન નરેન્દ્રમોદીના મુત્સદી નિર્ણયને તમામ વર્ગનો આવકાર સાંપડશે જ.

આગામી લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં મતદારો પાસેથી ઉજળા મોઢે જઈ શકે તે માટે વડાપ્રધાન બ્રહ્માસ્ત્ર સમા રાજકીય સશસ્ત્ર તરીકે વિકાસનો મુદોહાથ પર લઈ માત્રને માત્ર આર્થિક ઉત્કર્ષ અને ચૂંટણીમાં રૂપીયા ઠલવાતાના રહેતાતેવા પગલા નો માસ્ટર પ્લાનનો તખ્તો તૈયાર કરીને વિરોધક્ષો પાસે સરકાર પ્રચાર શુધ્ધાનો એક પણ મુદો ન રહે તેવા ચક્રોગતિમાન કરી દેવાયાનું સ્પષ્ટ દેખાઈ ર્હ્યુ છે.

૨૦૧૯ની ચૂંટણી ભારતના રાજકારણ માટે જ મહત્વની ગણી શકાય કે અગાવની ૨૦૧૪ની ચૂંટણીમાં જે રીતે નરેન્દ્ર મોદીના પ્રભાવ તળે ભાજપે સ્પષ્ટ પણ સવાઈ બહુમતી મેળવીને કોંગ્રેસ જેવા દિગ્ગજ વિપક્ષના નેતા પદ માટે લોકસભાની કુલ બેઠકો ઉપર જનાધાર મેળવવા માટે પણ નિ:સહાય બનાવી દેવાની સ્થિતિ ૨૦૧૯માં જળવાય રહે તે માટે પોતાના શાસન કાળની ઉપલબ્ધીઓ મતદારોના નજરમાં આવે તે એન્ટી ઈન્કમસી ન નડે તે માટે આ ચૂંટણી ખાસ કરીને વડાપ્રધાનના વિશ્વાસની કસોટી છે. આ કારણે આ વખતની ચૂંટણીમાં વડાપ્રધાન પદના મુદાથી સવીનય અંતર રાખી તમામ વર્ગને સાથે રાખી વધુ વ્યાપક બનાવી અર્થતંત્રને અને વિકાસના મુદે ચૂંટણી લડવા તરફ આગળ દેખાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.