Abtak Media Google News

વડાપ્રધાન મોદી આગામી મહિનામાં રૂ.દોઢ લાખ કરોડના પ્રોજેકટનું ખાતમૂહુર્ત કરશે: અમદાવાદ-રાજકોટ અને પોરબંદર સહિતના શહેરોની તબક્કાવાર મુલાકાત લેશે

વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણીમાં ફરીથી મોદીનો મહિમા છવાઈ જાય તેવી શકયતાઓ છે.

Advertisement

ચૂંટણીનું બ્યુગલ ફૂંગાઈ ગયું હોય વડાપ્રધાન આચારસંહિતા પહેલા ગુજરાતના પ્રવાશે આવશે.

આગામી તા.૧૨ અને ૧૩ના રોજ વડાપ્રધાન મોદી વિકાસ યોજનાઓના પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે.

આચારસંહિતા બાદ પ્રોજેકટના ખાતમુહૂર્ત શકય ન હોવાના કારણે સરકાર દિવાલી પહેલા જ કેટલાક મહત્વના પ્રોજેકટોનો પ્રારંભ કરાવવાની ઈચ્છા રાખે છે.

કેન્દ્રને રાજય સરકારે સંયુકત રીતે ૧.૫૦ લાખ કરોડના પ્રોજેકટોની તૈયારીઓ આરંભી દીધી છે. ચૂંટણીની આચારસંહિતા અમલવારી થાય તે પહેલા આ તમામ યોજનાઓના ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવનાર છે.

ગત કેબીનેટ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ તમામ કેબીનેટ મંત્રીઓ અને સચિવોને ખાતમુહૂર્ત કરવાની યોજનાઓનું ટાઈમ ટેબલ ઘડી કાઢવા કહ્યું છે.

જેમ બને તેમ જલ્દીથી આવી યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી ઈચ્છા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની છે. આ માટે કેબીનેટ મંત્રીઓ અને સચિવોએ કાર્યક્રમની ‚પરેખા ઘડી કાઢવાની તૈયારી કરી દીધી છે.

આગામી મહિનામાં અનેક યોજનાઓના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી અથવા વડાપ્રધાનના હસ્તે થઈ જશે.

અમદાવાદથી મુંબઈ વચ્ચે હાઈસ્પીડ રેલ નેટવર્ક નાખવાનો પ્રોજેકટની કામગીરી ચાલુ છે. આ પ્રોજેકટના ખાતમુહૂર્ત પ્રસંગે જાપાનના વડાપ્રધાન સીન્ઝો અબે ઉપસ્થિત રહેવાના છે. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ ‚રૂ.૧ લાખ કરોડનો છે.

આ પ્રોજેકટની સાથો સાથ ‚રૂ.૨૫,૦૦૦ કરોડના ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેકટનું ખાતમુહૂર્ત પણ સીન્ઝો અબેના હસ્તે થશે. વડાપ્રધાન મોદી અને અબે તા.૧૩ અને ૧૪ના રોજ ગુજરાતમાં રહેશે.

મોદી તેમનો જન્મદિવસ પ્રસંગે તા.૧૭મીએ ફરીથી ગુજરાત પ્રવાસે આવશે. આ જન્મદિવસ તેમણે સરદાર સરોવર ડેમ પ્રોજેકટને સમર્પિત કર્યો છે. આ પ્રોજેકટ માટે સરકારે ‚ા.૪૩,૭૭૧ કરોડની ફાળવણી કરી દીધી છે.

વડાપ્રધાને પોતાના જન્મદિવસે વડનગરની મુલાકાત પણ લેવાના છે. જયાં તેઓ ‚ા.૫૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારી સીવીલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત દેવીની મોરી આંતરરાષ્ટ્રીય બુદ્ધિષ્ટ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન મોદી કરશે. આ પ્રોજેકટ ‚રૂ.૧૨૧૧ કરોડનો છે.

તા.૨ ઓકટોમ્બરના રોજ ગાંધી જયંતીના દિવસે વડાપ્રધાન મોદી બાપુના જન્મસ્થળ પોરબંદરની મુલાકાત લેશે. ઉપરાંત તેઓ ‚રૂ.૨૫૦૦ કરોડના ખર્ચે રાજકોટ નજીક તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ભૂમિપૂજન પણ કરશે.

મોદી ‚રૂ.૨૬૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રાજકોટ અમદાવાદ હાઈવે ડેવલોપમેન્ટ પ્રોજેકટનું ખાતમુહૂર્ત પણ કરશે. આ ઉપરાંત અમદાવાદની સિવિલ હોસ્પિટલના નવા કોમ્પલેક્ષનું વડાપ્રધાન મોદી લોકાર્પણ પણ કરવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.