Abtak Media Google News
  • મોત કા ખેલ
  • આવારાતત્વોએ હાઇવે પર પૂરપાટ વાહનો દોડાવતા મોટો અકસ્માત સર્જાવાની ભીતિ
  • હાઇવે પર વાહનોના થપ્પા, વાહનો પર ચડી ડાન્સ કરતા શખ્સોનો વિડીયો વાયરલ

રાજકોટ ન્યૂઝ : રાજ્યમાં દિન પ્રતિદિન ખાખીનો ખૌફ ઓસરતો જતો હોય તેવી રીતે કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે આ પ્રકારનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જે વાયરલ વીડિયોમાં રાજકોટ-જામનગર હાઇવે પર રીક્ષા ગેંગ કથિત રેસ લગાવી રહી છે અને આ રેસ પર પૈસાની હાર જીતનો જુગાર રમવામાં આવતો હોય તેવો વિડીયો સામે આવતા પોલીસ દોડતી થઇ છે. હવે લુખ્ખા અને આવારા તત્વોને જાણે કાયદા કાનૂનનો કોઈ ભય જ ના હોય તેવી રીતે લોકો વર્તન કરી રહ્યાં છે. અત્યારે સોશિયલ મીડિયા લોકો પર ખુબ જ હાવી થઈ ગયું છે. કારણ કે, રિલ્સ અને શોર્ટ બનાવવાના ચક્કરમાં લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે. રાજકોટમાં ફરી એક આવો બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં જાહેર રસ્તા પર મોતના ખેલના દ્રશ્યો જોવા મળ્યા છે. મળતી વિગતો પ્રમાણે રાજકોટમાં જાહેર રસ્તાઓ પર રિક્ષાની રેસ થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.રાજકોટ-જામનગર હાઈવે પર રિક્ષાની રેસ થઈ રહીં હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પૈસા લઈને રિક્ષાચાલકો રેસ લગાવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ પૈસાનો જુગાર રમી રિક્ષાચાલકો રેસ લગાવતા હોય છે. અત્યારે રિક્ષાચાલકોની રેસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહી શકાય છે કે, મોટી સંખ્યામાં બાઈક ચાલકો અને રિક્ષાચાલકોએ હાઇવે માથે લીધો છે.

મળતી જાણકારી પ્રમાણે 50થી વધુ બાઈક ચાલકોએ અને રિક્ષાચાલકોએ હાઇવે પર ચક્કાજામ કરીને હાઈવે માથે લીધો હતો.

શું આ લોકોને કાયદાનો કોઈ ડર છે કે નહીં? જો અહીં વાહનચાલકો સાથે દુર્ઘટના બની હોય તો કોણ જવાબદાર રહેશે? આવા લોકો સામે કાયદાનો ભંગ કરવા માટે આકરા પગલા લઇ દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. જેથી હાઈવે પર ચાલતા સામાન્ય લોકોને કોઈ તકલીફો ના પડે.

નોંધનીય છે કે, આ લોકોએ હાઇવે પર ચક્કાજામ કરી દીધો હતો તો સ્વાભાવિક છે કે, લોકોને ચાલવામાં અડચણ રહેવાની છે. આ લોકો સામે કાયદાકીય પગલા લેવા માટે પણ અપીલો કરવામાં આવી છે.

રાજ્યમાં દિન પ્રતિદિન ખાખીનો ખૌફ ઓસરતો જતો હોય તેવી રીતે કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે આ પ્રકારનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જે વાયરલ વીડિયોમાં રાજકોટ-જામનગર હાઇવે પર રીક્ષા ગેંગ કથિત રેસ લગાવી રહી છે અને આ રેસ પર પૈસાની હાર જીતનો જુગાર રમવામાં આવતો હોય તેવો વિડીયો સામે આવતા પોલીસ દોડતી થઇ છે. હવે લુખ્ખા અને આવારા તત્વોને જાણે કાયદા કાનૂનનો કોઈ ભય જ ના હોય તેવી રીતે લોકો વર્તન કરી રહ્યાં છે. અત્યારે સોશિયલ મીડિયા લોકો પર ખુબ જ હાવી થઈ ગયું છે. કારણ કે, રિલ્સ અને શોર્ટ બનાવવાના ચક્કરમાં લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે. રાજકોટમાં ફરી એક આવો બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં જાહેર રસ્તા પર મોતના ખેલના દ્રશ્યો જોવા મળ્યા છે. મળતી વિગતો પ્રમાણે રાજકોટમાં જાહેર રસ્તાઓ પર રિક્ષાની રેસ થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.રાજકોટ-જામનગર હાઈવે પર રિક્ષાની રેસ થઈ રહીં હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પૈસા લઈને રિક્ષાચાલકો રેસ લગાવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ પૈસાનો જુગાર રમી રિક્ષાચાલકો રેસ લગાવતા હોય છે. અત્યારે રિક્ષાચાલકોની રેસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહી શકાય છે કે, મોટી સંખ્યામાં બાઈક ચાલકો અને રિક્ષાચાલકોએ હાઇવે માથે લીધો છે.

મળતી જાણકારી પ્રમાણે 50થી વધુ બાઈક ચાલકોએ અને રિક્ષાચાલકોએ હાઇવે પર ચક્કાજામ કરીને હાઈવે માથે લીધો હતો.

શું આ લોકોને કાયદાનો કોઈ ડર છે કે નહીં? જો અહીં વાહનચાલકો સાથે દુર્ઘટના બની હોય તો કોણ જવાબદાર રહેશે? આવા લોકો સામે કાયદાનો ભંગ કરવા માટે આકરા પગલા લઇ દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. જેથી હાઈવે પર ચાલતા સામાન્ય લોકોને કોઈ તકલીફો ના પડે.

નોંધનીય છે કે, આ લોકોએ હાઇવે પર ચક્કાજામ કરી દીધો હતો તો સ્વાભાવિક છે કે, લોકોને ચાલવામાં અડચણ રહેવાની છે. આ લોકો સામે કાયદાકીય પગલા લેવા માટે પણ અપીલો કરવામાં આવી છે.

વાહનચાલકો સાથે દુર્ઘટના બને તો જવાબદાર કોણ?

50થી વધુ બાઈક ચાલકોએ અને રિક્ષાચાલકોએ હાઇવે પર ચક્કાજામ કરીને હાઈવે માથે લીધો હતો. શું આ લોકોને કાયદાનો કોઈ ડર છે કે નહીં? જો અહીં વાહનચાલકો સાથે દુર્ઘટના બની હોય તો કોણ જવાબદાર રહેશે? આવા લોકો સામે કાયદાનો ભંગ કરવા માટે આકરા પગલા લઇ દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂરિયાત છે.

એકાદ વર્ષ પૂર્વે જ બાઈક રેસમાં બે યુવાનોએ ગુમાવ્યો’તો જીવ

રાજકોટમાં રાત્રે હાઈવે પર બાઈક રેસ લગાવવાનું પ્રમાણ યુવાનોમાં વધતું જાય છે. એમાં જોખમી રીતે સ્ટંટ કરી યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવે છે. ગઈકાલે મોડી રાત્રે રાજકોટ-જામનગર હાઈવે પર ચાર-પાંચ બાઈકસવારોએ રેસ લગાવી હતી. એમાં ટ્રિપલ સવારી એક્સેસ ટર્ન લેવા જતાં પડધરી સર્કલ પાસે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું, આથી એક્સેસ પર સવાર ત્રણેય યુવક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. એમાં બે યુવક ઘટનાસ્થળે જ દમ તોડી દેતાં તેમનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક યુવકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.