Abtak Media Google News

રૂ.41.74 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ

સ્ટેટ મોનિટરિંગ સેલે ફરી એકવાર સૌરાષ્ટ્રમાં સપાટો મચાવ્યો છે. એસએમસીની ટીમે જુનાગઢ પંથકના કેશોદમાંથી શંકાસ્પદ ડીઝલનો 13000 લીટરનો જથ્થો ઝડપી પાડ્યો છે. એસએમસીએ રૂ. 41.74 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલે જાહેર કરેલી વિગત અનુસાર જુનાગઢ-કેશોદ હાઇવે પર પીપળીયાનગર ત્રણ રસ્તા પાસેથી જય દ્વારકાધીશ પાનની દુકાનની બાજુમાં આવેલી ખાલી જગ્યામાં શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઉતારવામાં આવ્યો હોય તેવી બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ જે ડી બારોટની ટીમને મળી હતી. જે બાતમીના આધારે એસએમસી દ્વારા તાતકાલિક બાતમીવાળી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો.

એસએમસીના દરોડામાં રૂ. 9,59,200ની કિંમતનો 13,100 લિટર શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપાઇપ હતો. આ ઉપરાંત રૂ. 15 હજારની કિંમતના ત્રણ મોબાઈલ, રૂ. 30 લાખની કિંમતના બે ટ્રક, 79,670ની રોકડ, રૂ. 80 હજારની કિંમતના બે સ્ટોરેજ ટેન્ક, એક પ્લાસ્ટિકનો સ્ટોરેજ ટેન્ક સહીતનો રૂ. 41,74,570નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

એસએમસીની રેઇડમાં સ્થળ પરથી ભાવેશ પૂજાભાઈ રાવળીયા રહે પીપળી ગામ – કેશોદ(નોકર), મોહમ્મદ હસન ચૌહાણ રહે વાવડી, તા. વેરાવળ, જી. ગીર સોમનાથ(ટ્રક ડ્રાયવર) અને રફીકશાહ અહેમદશાહ બનવા રહે. સીડોકર, તા. વેરાવળ, જી. ગીર સોમનાથ(ટ્રક ડ્રાયવર)ને ઝડપી લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત એસએમસીએ સમગ્ર પ્રકરણમાં સામેલ 7 ડીઝલ માફિયાના નામ જાહેર કરી ભાગેડું દર્શાવ્યા છે. જેમાં ગૌતમ લક્ષમણ કરેઠા રહે વંથલી, જૂનાગઢ (મુખ્ય આરોપી), મોહિત ભગવાનજી ત્રામબડીયા રહે. વંથલી પટેલ ચોક, ત્રાબડીયા શેરી, કાળું ગોવિંદભાઇ હુંબલ રહે ગડોઇ, તા. કેશોદ, જી. જૂનાગઢ (મુખ્ય આરોપી), મુકેશ દોલતરાય લખલાણી અને ઇલાબેન દોલતરાય લખનાણી રહે. કેશોદ (જગ્યા ભાડે આપનાર) ઉપરાંત ટ્રકના માલિક સતીશ શરમણ સોલંકી અને પૂનમભાઈ અરજણભાઈ સોલંકીના નામ જાહેર કરવામાં આવ્યા છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.