Abtak Media Google News

અબતક,રાજકોટ

ગોંડલ નજીક દેવચડી શિવરાજગઢ રોડ ઉપર છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા દેવચડીના બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના દેવચડી ગામે રહેતા મૃતક નરેન્દ્ર શંભુભાઈ ઘોણીયા સવારના સુમારે પોતાના બાઈક પર પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી પુરપાટ આવી રહેલ છકડો રીક્ષાએ અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ યુવાનનું મોત નિપજયું હતું. બનાવના પગલે બીટ જમાદાર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.

બનાવ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, મૃતક નરેન્દ્રભાઈ અપરણિત હતા બે ભાઈઓના પરિવારમાં તે નાના હતા અને ખેતીકામ કરી ઘર ગુજરાન ચલાવવામાં પરિવારને મદદરૂપ થતા હતા. આ અકસ્માતને પગલે નાના એવા દેવચડી ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.