Abtak Media Google News

કોવિડ બાદ રાજ્યભરમાં મંકીપોકસ વાયરસે પોતાની દહેસત ફેલાવી છે. ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાં બે કેદીઓને અછબડા થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પ્રિઝન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ જેલના વડાએ તુરંત જેલમાં રાઉન્ડ ધ કલોક તબીબી કામગીરી શરૂ કરાવી શંકાસ્પદ કેદીઓને અલગ કરવાની હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટની મધ્યસ્થ જેલમાં મૂળ રાજસ્થાનના લૂંટ અને ધાડના ગુનામાં કાચા કામના કેદી બ્રિજેશ કુમ્હેરસિંગ પરમાર (ઉ.વ.22) અને પોપટપરામાં રહેતો અને હત્યાના ગુનામાં સંડોવાયેલા મહમ્મદહુસેન ઉર્ફે રાજા જાવેદ (ઉવ.20)ને અછબડાંની અસર જોવા મળતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં કેદી વોર્ડમાં ખસેડીને સારવાર શરૂ કરવામાં આવી છે. તબીબી સૂત્રોએ જણાવ્યું કે હાલની ચીકનપોક્સ (અછબડાં) અને મંકીપોક્સ બન્નેનાં લક્ષણો એક જ હોવાથી અછબડાં સાથે દાખલ થનારા દર્દીઓનું તાત્કાલિક ટેસ્ટીંગ ફરજિયાત બની ગયું છે.

જેલમાં બે કેદીઓને અછબડાં થતાં અને તેવા સમયે જ મંકીપોક્સનો ઉપાડો પણ શરૂ થઈ જતાં આ બન્ને કેદીઓના સંપર્કમાં આવનારા અન્ય કેદીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. બે કેદીમાં અછબડાં દેખાતાં અન્ય કેદીઓના સેમ્પલ લેવા તેમજ તેમને અલગ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જેલના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બ્રિજેશ ગત તા.11મી મે 2021ના રોજ રાજકોટ જેલમાં આવ્યો હતો. જ્યારે મહમદ હુસૈન ઉર્ફે રાજા 20મી એપ્રીલ 2021માં જેલમાં આવ્યો હતો. આ બંને કેદીમાં અછબડાની અસર દેખાતા અને તેવા સમયે જ મંકિપોકસ વાયરસ પણ જોર પકડ્યું હોય તેથી જેલ તંત્ર ફરી સચેત થયું છે. હાલ જેલમાં આવા શંકાસ્પદ કેદીઓ માટે અલગ જ વોર્ડની સુવિધા ઊભી કરવામાં આવી છે.

તબીબો સૂત્રોના જણાવ્યા મુજબ મંકિપોક્સ જાનવરો અથવા તેના માંસ સાથે લાંબા સમય સુધી વધુ સંપર્ક અથવા સંક્રમિત વ્યક્તિઓમાં મંકીપોક્સનો ખતરો વધુ રહે છે. આ વાયરસ હવાથી નથી ફેલાતો પરંતુ જો કોઈ સંક્રમિત રોગી સાથે ત્રણ કલાક, બે મીટરની અંદર સંપર્કમાં હોય તો તેના થકી આ રોગનો ચેપ લાગવાનો ભય વધી જાય છે.

મંકીપોક્સ વાયરસના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સફાડું બેઠું થયું છે વાયરસની એન્ટ્રી થાય તે પહેલા જ તેની સામે લડી લેવા માટે આગમચેતી પગલા લેવામાં આવી રહ્યા છે આ વાયરસની સારવાર માટે અલગથી ઓડ પણ કરી દેવામાં આવ્યો છે જ્યારે તેની દવાઓ માટે નો સ્ટોક પણ અત્યારથી જ ભરી દેવામાં આવ્યો છે.

રાજકોટની જિલ્લા જેલમાં મંકીપોક્સ વાયરસની એન્ટ્રી થઈ હોવાની દહેશતના પગલે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે બંને કેદીઓને ડેન્ગ્યુની અસર હોઈ શકે છે. પરંતુ સાવચેતીના પગલે આ બંને કેદીઓના સેમ્પલ મેળવી અમદાવાદ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

  • બે કેદીને અછબડાની અસર દેખાતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા
  • જેલના અધિક્ષકની સૂચનાના પગલે બેરેકમાં રાઉન્ડ ધ કલોક તબીબ તહેનાત
  • અન્ય કેદીઓને અલગ કરવામાં આવ્યા: કાચા કામના બે કેદીઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે અમદાવાદ મોકલાયા

મંકીપોક્સ વાયરસના લક્ષણો

Screenshot 2 17

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.