Abtak Media Google News

૧ ઓકટોબર સુધી સત્ર ચાલશે: સામાજીક અંતર જળવાશે: શૂન્યકાળ કે પ્રશ્નકાળ નહીં હોય

કોરોના સંકટ વચ્ચે સંસદનું સત્ર ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. આ વખતે કોરોના સંક્રમણને લીધે ચોમાસુ સંસદ સત્ર ૪૦ દિવસ મોડું શરૂ થઈ રહ્યું છે. સંસદનું ચોમાસું સત્ર ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૧ ઓકટોબર સુધી ચાલશે સત્ર દરમિયાન ૧૮ બેઠક થશે. આ વખતે શનિવાર તથા રવિવારે પણ સંસદની કાર્યવાહી ચાલુ રહેશે.

રાજયસભામાં સદનની કાર્યવાહી સવારે થશે જેમાં ચેરમેન ગેલેરી, મુલાકાત ગેલેરીનો પણ સાંસદોને બેસવા માટે ઉપયોગ કરવામાં આવશે.

લોકસભામાં સદનની કાર્યવાહી સાંજે કરવામાં આવશે. ચોમાસુ સત્રમાં ૧૧ અધ્યાદેશો પસાર કરવા જરૂરી છે. આ અધ્યાદેશોમાં મહામારી રોગ (સંશોધન) આધ્યાદેશ, દેવાળીયા સંહિતા (સંશોધન) અધ્યાદેશ વગેરેનો સમાવેશ થાય છે. આ બાબતે સરકાર વિપક્ષો સાથે વાતચીત કરી રહી છે કે ચોમાસુ સત્રમાં પ્રશ્ર્નકાળ અને શૂન્યકાળ રાખવામાં નહી આવે સાથોસાથ પત્રકારોને પણ લોટરી પધ્ધતિથી પસંદ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.