Abtak Media Google News

આ વર્ષે સતત વરસાદ જુલાઈ મહિનામાં થવાની શક્યતાની સાથે ચોમાસુ આ વર્ષે મધ્યમ રહેશે. તેમજ અંદાજે બાર આની વરસાદ થવાની શકયતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં વર્ણવાઈ છે.

દર વર્ષની જેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન પરીસંવાદ  યોજાયો હતો. જેમાં ૨૦ જેટલા આગાહીકારો દ્વારા ચોમાસા અંગે આગાહીઓ રજૂ કરવામાં આવી હતી.

આગાહી મુજબ  સતત વરસાદ જુલાઈ મહિનામાં થવાની શક્યતા છે. ચોમાસુ આ વર્ષે મધ્યમ રહેશે. તેમજ અંદાજે બાર આની વરસાદ થવાની શકયતા દર્શાવી હતી. માવઠાની શક્યતા જૂનના પ્રથમ સપ્તાહમાં જયારે બીજા ગાળામાં ચોમાસા પછી ઓક્ટોબરના અંતિમ અઠવાડિયામાં અને  નવેમ્બરના પ્રથમ અઠવાડિયાની રહે છે.  આગાહીકારોના મત મુજબ પ્રથમ વાવણી જૂનના બીજા અઠવાડિયામાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં થાય, બીજી વાવણી જૂનના  ચોથા અઠવાડિયામાં દ્વારકા મોરબી અને સુરેન્દ્રનગર સિવાયના સૌરાષ્ટ્ર ભાગમાં થાય. જયારે  ત્રીજી વાવણી જુલાઈના પેલા અઠવાડિયામાં બાકીના સમગ્ર વિસ્તારમાં થવાની શક્યતા છે. જુલાઈના પાછલા અને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં અતિવૃષ્ટિ થવાની શક્યતા છે.

જ્યારે આ વર્ષે  વરસાદની ખેંચ ઓગસ્ટના બીજા પખવાડિયામાં, સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં રહેવાની શક્યતા છે. ચોમાસાની વિદાય ઓકટોબરના બીજા પખવાડિયામાં થવાની શક્યતા છે.

આ પરિસંવાદના ઉદઘાટક  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી.ચોવટીયા એ જણાવ્યું હતું કે, વરસાદની આગાહીનું ઘણું જ મહત્વ છે. આ તકે કુલ સચિવ ડો. પી.એમ. ચૌહાણ, ડો. પી.આર. કાનાણી વિજ્ઞાન પ્રમુખ મંડળના ઉપપ્રમુખ ડો. જે.ડી. ગુંદાલીયા એ ઉપયોગી સૂચનો કર્યા હતા. આભાર દર્શન ડો. જી.આર. ગોહિલે કહ્યું હતું. કાર્યક્રમનું સંચાલન વી.એમ.ભટ્ટે  કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.