Abtak Media Google News

કથા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ વિશે કરાયેલી ટિપ્પણીનાં વિરોધમાં આહીર સમાજનું જિલ્લા કલેકટરને રોષપૂર્ણ આવેદન

કથા દરમિયાન મોરારીબાપુએ ભગવાન શ્રીકૃષ્ણ વિશે ટીપ્પણી કરતા આહિર સમાજ રોષે ભરાયો છે. આજ રોજ આ મામલે જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યુ હતુ અને માંગ ઉઠાવવામાં આવી હતી કે મોરારી બાપુ દ્વારકા આપીને ભગવાન શ્રીકૃષ્ણને શીશ ઝુકાવી માફી માંગે.

Advertisement

આવેદનમાં જણાવાયુ હતું કે તાજેતરમાં મોરારીબાપુ દ્વારા સપ્તાહ દરમિયાન જગદગુરુ શ્રીકૃષ્ણ ભગવાન તેમજ તેમના ભાઇ બલરામજી વિ‚રૂધ્ધ સાંભળી ન શકાય તેવા ગેરશબ્દો બોલેલ છે.  જે સમગ્ર હિન્દુ સમાજ માટે દુ:ખદ ઘટના ગણાય.

મોરારી બાપુ પોતાના વિડીઓમાં એવુ જણાવી રહ્યા છે કે ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રી બલરામ અને તેમના પરિવારજનો દ્વારકા જેવી પવિત્ર નગરી ખાતે દારૂ ‚પીતા હતા.

આહિર સમાજની એક જ લાગણી અને માંગણી છે આવા ખરાબ ઉચ્ચારણો બદલ મોરારી બાપુ દ્વારકા ખાતે આવીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં શીષ ઝુકાવીને માફી માંગે નહિતર આહિર સમાજ ભાવિ રણનીતી ઘડીને મોરારી બાપુ વિ‚ધ્ધપગલાલેવામાંઆવશેતેમજકાયદેસરનીકાર્યવાહીકરવામાંઆવશે.

આ આવેદન વખતે લાભુભાઇ ખીમાણીયા,  નાગદાનભાઇ ચાવડા,  ભાનુભાઇ મેતા,  ગૌતમભાઇ કાનગડ, જે.ડી. ડાંગર,  બાબુભાઇ મકવાણા, લાભુભાઇ હુંબલ,  વિક્રમભાઇ ખીમાણીયા,  ઘનશ્યાલભાઇ હેરભા, મેણંદભાઇ ખીમાણીયા,  અર્જુનભાઇ ખાતરીયા, જશુભાઇ રાઠોડ,  મુકેશભાઇ ડાંગર,  વિજયભાઇ હેરભા, વરજાંગભાઇ હુંબલ,  દિલીપભાઇ બોરીચા, ઘનશ્યામભાઇ કુગશીયા, અશ્ર્વીનભાઇ બાલાસરા,  નીલેષભાઇ જળુ, વનરાજભાઇ ગરૈયા, વરજાંગભાઇ મારૂ‚,  નીલેષભાઇ મારૂ‚,  ઉકાભાઇ લાવડીયા,  લાલુભાઇ બાલાસરા, સુરેશભાઇ ગરૈયા, નરેન્દ્રભાઇ ડવ, રામભાઇ હેરભા, નિર્મળભાઇ મેતા સહિતનાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.