Abtak Media Google News

પાંચ વર્ષ સુધી શોષણ કરી તરછોડી દીધી : પ્રેમીના ભાઈએ ધમકી આપતા બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબીમાં બ્યુટી પાર્લર ધરાવતી યુવતીએ સગીરા અવસ્થા દરમિયાન પાંચ વર્ષ સુધી લગ્નની લાલચે દેહ અભડાવનાર પ્રેમીએ હવે પોતે પુખ્ત બની હોવા છતાં લગ્ન નહિ કરી તરછોડી દેતા રફાળેશ્વરના પ્રેમી વિરુદ્ધ પોકસો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાવ્યો છે. સાથે જ પ્રેમીના ભાઈએ યુવતીને ગાળો આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમા રહેતી અને બ્યુટીપાર્લર ચલાવતી યુવતીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં રફાળેશ્વર ખાતે રહેતા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી પ્રતિપાલસિંહે પાંચ વર્ષ પૂર્વે સગીરાવસ્થા દરમિયાન લગ્નનની લાલચ આપી પત્નીની જેમ સાથે રાખ્યા બાદ પોતે પુખ્ત થતા લગ્ન કરવાનું કહેતા ત્રણ મહિનાથી આરોપી પ્રતિપાલસિંહ તેણીને છોડી ચાલ્યો ગયો છે.

આ ઉપરાંત પોતાના પ્રેમી પ્રતિપાલસિંહ અંગે આરોપી જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને ફોન કરી પૂછતાં જયદીપસિંહે યુવતીને ગાળો આપી ધમકી આપી હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 376 (2)એન, 504, 506 તેમજ પોકસો એકટ અન્વયે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.