Abtak Media Google News

પીડિતાના પરિવારજનોએ જ કામાંધને શોધી પોલીસને સોંપ્યો

ગોંડલ ચોકડી પાસે વિશ્ર્વકર્મા ઝુપડપટ્ટીની 16 વર્ષની તરૂણીને લગ્નની લાલચ દઇ એક સંતાનના દસ દિવસ સુધી ગોંધી રાખી અવાર નવાર બળાત્કાર ગુજારવાના ગુનામાં સંડોવાયેલા કામાંધને પિડીતાના પરિવારે શોધી પોલીસને સોંપતા તાલુકા પોલીસે ધરપકડ કરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ચોકડી પાસે વિશ્ર્વ કર્મા ઝુપડપટ્ટીમાં રહેતા રાજ શૈલેષ મકવાણા નામનો શખ્સ ગત તા.21 જાન્યુઆરીએ પોતાના પાડોશમાં રહેતી 16 વર્ષનું તરુણીને લગ્નની લાલચ દઇ મોરબી લઇ જઇ તા. 1 ફેબ્રુઆરી સુધી ગોંધી રાખી અવાર નવાર બળાત્કાક ગુજારી છોડી દેતા તરુણી પોતાના ઘરે આવી પરિવારજનોને પોતાની આપવિતી સંભળાવી હતી.આથી પિડાતાના પરિવારજનોએ રાજ મકવાણાની શોધખોળ શરુ કરી હતી. ગઇકાલે સાંજે રાજ મકવાણા પિડીતાના પરિવારને મળી આવતા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ મ.આઇ. એ.બી. જાડેજા સહિતના સ્ટાફે રાજ મકવાણાની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી પુછપરછ કરતા તે પરીણીતા હોવાનું અને તેને એક સંતાનનો પિતા હોવાનુ જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.