મોરબી:  કેરાળા ગામ નજીક ખાલી કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો

મોરબી તાલુકાના પાવડિયારીથી માળીયા હાઇવે તરફ જતી કેનાલ મા કેરાળા ગામની સીમમાં થી ખાલી કેનાલમાં આજે સવારે ૧૦:૪૫ વાગ્યા આસપાસ આશરે ૩૦ વર્ષની ઉંમરની અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી.

જેની પોલીસે તપાસ કરતા આ મૃતક સ્ત્રીના વાલીવારસો અંગે કોઇ માહિતી મળી ન હતી.ઓળખમાં મૃતક મહિલાના હાથના બાવડા ઉપર હિન્દીમાં ‘‘ રમસૂભાઈ ’’ તથા ‘‘ અનીતાબેન ’’ ત્રોફાવેલ હતું.

મૃતક મહિલાને કોઈ ઓળખતું નહોતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૮૨૨-૨૪૨૫૯૨ ઉપર જાણ કરવા મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ વિરલ પટેલ દ્વારા જણાવાયું છે.