Abtak Media Google News

મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રો પણ બંધ કરાયા

મોરબીમાં કોરોનાના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. ત્યારે કોરનાના સંક્રમણ ઉપર કાબુ મેળવવા મોરબી જિલ્લા કલેકટર દ્વારા આજે નવું જાહેરનામું બહાર પાડી ચા અને નાસ્તાની લારીઓ ખોલવા પર ૩૧ જુલાઈ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. તેમજ પાન-માવાની દુકાનોએથી માત્ર પાર્સલનું વેચાણ કરવાના અને ચારથી વધુ વ્યક્તિઓને દુકાને ભેગા થવા પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત મામલતદાર કચરીઓમાં અરાજદારોની ભીડ થતા જનસેવા કેન્દ્રોમાં મર્યાદિત સેવા કરી નાખવામાં આવી છે.

Advertisement

મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા આજે બહાર પડાયેલા નવા જાહેરનામામાં આદેશ કરાયો છે કે પાન, ગુટખા, તમાકુના દુકાનદારે પાન, ગુટખા, તમાકુ વિગેરેનું વેચાણ પાર્સલથી જ કરવાનું રહેશે. તથા દુકાનો ઉપર બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવાનું રેહશે અને એકી સાથે ચારથી વધુ વ્યક્તિઓ એક જ સમયે દુકાન ઉપર હાજર રહી શકશે નહીં. તથા દુકાનદારે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે ૧ વ્યક્તિને વ્યવસ્થા માટે રાખવાના રેહશે.

આ જાહેરનામાના ભંગ કરનાર સામે ૧૮૮ની કલમ મુજબ પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે.

જન સેવા કેન્દ્રોની કામગીરી મર્યાદિત કરવાના આદેશ કર્યા છે. જેમાં હવે આગામી ૩૧ જુલાઈ સુધી સ્કૂલ અને અન્ય પ્રમાણપત્રો માટે આવક, જાતિ અને ક્રિમિલેયરના દાખલા તેમજ રેશનકાર્ડ અને આધારકાર્ડને લગતી કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.