Abtak Media Google News
અદાલતી કાર્યવાહી અંગેની જાણકારી ગુજરાતીમાં સ્ક્રીન પર દેખાશે : અસિલોને પોતાનો કેસ ક્યારે છે તેની આસાનીથી જાણકારી મળશે
મોરબી : સુપ્રીમ કોર્ટના આદેશને પગલે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ તમામ તાલુકા કોર્ટમાં કેસ અંગેની વિગત આપતા ડિજિટલ ડિસેપ્લે બોર્ડ સ્વરૂપમાં એલઇડી ટીવી મુકવામાં આવ્યા છે. જેમાં જે તે કોર્ટની બોર્ડમાં કયો કેસ ચાલી રહ્યો છે. પક્ષકારનો કેસ કોના પછી આવશે.તે અંગેની જાણકારી મુકવામાં આવે છે.
અત્યાર સુધી કોર કાર્યવાહી અને પોતાના કેસની વિગતો જાણવા અસિલોને વકીલો પાસે દોડવું પડતું હતું પરંતુ નવી વ્યવસ્થાને પગલે આ ડિસ્પ્લે બોર્ડમાં પક્ષકારનું નામ,કેસ નમ્બર,કેસ જે જજ પાસે હોય તેમનું નામ અને હાલ બોર્ડ પર કોનો કેસ ચાલે છે તે વિગત મુકવામાં આવે છે. જેથી પક્ષકારને કોના કેસ પછી તેનો કેસ શરૂ થશે તે અંગેની વિગત મળી રહે છે. જેથી પક્ષકારને ક્યારે તેનો કેસ બોર્ડ પર આવેશે તે પૂછવા વકીલની પાછળ દોડવું નહીં પડે ઉપરાંત વકીલોને પણ ક્યારે કઈ કોર્ટમાં ક્યાં અસીલનો કેસ આવશે તેની જાણકારી અગાઉથી મળી જતા તેના સમયની પણ બચત થશે.
Img 20180206 Wa0050હાલ મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટ,તાલુકા કોર્ટ,ફેમેલી કોર્ટ એમ કુલ ૭ ડિસ્પ્લે તેમજ વાંકાનેર,ટંકારા અને હળવદ તાલુકા કોર્ટમાં ડિસ્પ્લે બોર્ડ મુકાયા છે.આ ઉપરાંત જો અસીલ કે વકીલ તેની કેસની સ્થિતિ અંગે વિગત જોઈતી હોય તો કીઓસ્ક મશીનમાં પણ માહિતી મળી શકશે
ઉલ્લેખનીય છે કે હાલ તમામ ડિસ્પ્લેમાં પક્ષકારનું નામ,અને અન્ય વિગત અંગ્રેજી ભાષામાં આવે છે પરંતુ આગામી સમયમાં આ વિગત ગુજરાતી ભાષા ડિસ્પ્લે થશે જેથી અભણ કે ઓછું ભણેલા વ્યક્તિ પણ સરળતાથી તેના કેસની વિગત જાણી શકે તેમ કોમ્યુટર સર્વરની કામગીરી સાંભળતા યોગેશસિંહ ઠાકોરે જણાવ્યુ હતું.
Img 20180206 Wa0087
આ અંગે ડિસ્ટ્રિક્ટ જજ રિઝવાના બેન ઘોઘારીએ જણાવ્યું હતું કે હાલ કોર્ટની કામગીરીના ભાગરૂપે કોર્ટ કર્મી દ્વારા વકીલ કે પક્ષકારનું નામ બોલી તેમનો કેસ બોર્ડ આવ્યો છે તેમ જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ નવી વ્યવસ્થા ગોઠવતા પક્ષકારોને આસાનીથી કોર્ટ કાર્યવાહીની જાણકારી મળી શકશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.